Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2193 of 4199

 

૨૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

જુઓ, લંડનમાં કોહીનૂર હીરો છે. તેને એક પંડિત જોતા હતા. તો કોઈ એ ત્યાં પૂછયું કે-કેમ, હીરો કેવો લાગ્યો? તો પંડિત કહે-કહું? હીરાને તો આંખ જુએ છે, તો હીરાની કિંમત કહું કે આંખની? હીરો તો કાંઈ જોતો (-જાણતો) નથી, પણ જુએ (- જાણે) છે તો આંખ. તેમ અહીં કહે છે-આંખની કિંમત છે કે જાણનારની? આંખ તો કાંઈ જાણતી નથી; જડ છે ને? તો તે કાંઈ જાણતી નથી. જાણનાર તો પ્રભુ જ્ઞાયક અંદર છે તે જાણે છે. અરે ભાઈ! આ આંખ તો જડ માટી છે. તેમાંથી તો રસી નીકળે છે ને તેમાં ઈયળો પણ પડે છે. તોપણ પ્રભુ! એનો તને કેમ પ્રેમ છે? ધર્મીને તો ચક્ષુ ઇન્દ્રિયનો પરિગ્રહ નથી; અર્થાત્ તે મારી છે અને તેની જે જોવાની ક્રિયા થાય છે તે મારી છે એવી બુદ્ધિ તેને હોતી નથી. અહા! જ્યાં આંખ પોતાની નથી ત્યાં પુત્રાદિ તો કયાંય રહી ગયા. સમજાણું કાંઈ...?

તેવી રીતે ઘ્રાણ-નાકઃ નાક પણ અનંત પરમાણુઓનો સ્કંધ જડ છે. નાક વા નાકની જે ક્રિયા થાય છે તે મારી છે એમ જ્ઞાની માનતો નથી અને તેથી તેને નાકનો પરિગ્રહ નથી. એ તો માત્ર સંયોગી ચીજ છે એમ જ્ઞાની જાણે છે.

હવે રસના-જીભઃ અહા! ખાવાની કોઈ સારી-સ્વાદિષ્ટ ચીજ હોય તો અંદર જીભથી ચાટે છે. પણ અરે! શું છે બાપુ? ભાઈ! જીભ જ તારી ચીજ નથી ને? તો પછી જીભથી ચાટવું એ તારી આત્માની ક્રિયા કયાં રહી? ભગવાન! એ તો જડની ક્રિયા છે એમ જાણી જ્ઞાની જીભનો પરિગ્રહ કરતા નથી. આવી વાત છે.

હવે સ્પર્શનઃ સુંવાળા શરીરના ભોગમાં અજ્ઞાનીને શરીર માખણ જેવું લાગે છે. પણ ભાઈ! આ શરીર તો જડ માટી છે બાપા! આ તો હાડ-માંસ ને ચામડે મઢેલું પુતળું છે. એમાં શું પ્રેમ કરવો? જ્ઞાની તો સ્પર્શનથી હું ભોગ લઉં છું એમ માનતો નથી, કેમકે સ્પર્શન તો જડ પુદ્ગલની અવસ્થા છે, તથા સ્પર્શથી થતી ક્રિયા જડની ક્રિયા છે.

પ્રશ્નઃ– પણ જીવિત શરીરથી ધર્મ તો થાય છે ને? સમાધાનઃ– જીવિત શરીર? અરે ભાઈ! જીવિત શરીર-સચેત શરીર તો નિમિત્તથી કહેવામાં આવે છે. એ તો જીવનો શરીર સાથે સંયોગ છે એમ જ્ઞાન કરાવવાનું કથન છે; બાકી શરીર તો અચેત જ છે. ગાથા ૯૬ ની ટીકામાં ન આવ્યું કે-‘... મૃતક કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન પોતે મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.’ અહા! અતીન્દ્રિય આનંદનો સાગર અમૃતસ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે! ભાઈ! આ શરીર તો મૃતક કલેવર એટલે મડદું જ છે, અત્યારે પણ મડદું જ છે. હવે એને જીવિત માની એનાથી ધર્મ થાય એમ માનવું એ તો કેવળ મૂર્છાભાવ છે. અજ્ઞાનીને ઉપવાસાદિ