अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स भवति।। २१३।।
તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩.
[च] અને [ज्ञानी] જ્ઞાની [पानम्] પાનને [न इच्छति] ઈચ્છતો નથી, [तेन] તેથી [सः] તે [पानस्य] પાનનો [अपरिग्रहः तु] પરિગ્રહી નથી, [ज्ञायकः] (પાનનો) જ્ઞાયક જ [भवति] છે.
ટીકાઃ– ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થઃ– આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.
હવે, જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો) પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ-
જુઓ, એકવાર દાખલો નહોતો આપ્યો? જામનગરવાળાનું દ્રષ્ટાંત આપ્યું હતું કે- એક ભાઈને એકનો એક દીકરો હતો, ને તે ભાઈ હંમેશાં ચૂરમું જ ખાય. હવે અકસ્માત તેનો જુવાન-જોધ દીકરો મરી ગયો. બધાં સગાં-સંબંધી તેનો દાહ-સંસ્કાર