Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2205 of 4199

 

૨૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ઉદયના નિમિત્તે તેને એની વેદના સહન થઈ શકતી નથી અને ચારિત્રમોહનીયના નિમિત્તે પાનની ઇચ્છા ઉત્પન્ન થાય છે. છતાં તે ઇચ્છાની ઇચ્છા જ્ઞાનીને નથી. જ્ઞાનીને ઇચ્છાનું- પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું હોતું નથી. ધર્મી જીવને તો પોતાના દ્રવ્ય-ગુણ ને શુદ્ધ પર્યાય એ જ પોતાનું સ્વ છે અને તેનો પોતે સ્વામી છે પણ રાગ તેનું સ્વ નથી અને તેથી રાગનું એને સ્વામીપણું નથી. માટે જ્ઞાની પાનની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે. અહા! જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવમાં સ્થિત થઈને જે ઇચ્છા થાય છે તેને પર તરીકે માત્ર જાણે જ છે. આવી વાત છે.

કોઈને વળી થાય કે આ બધું સમજવા કયાં રોકાવું? એના કરતાં તો જીવોની દયા પાળવી, પ્રતિક્રમણ આદિ કરવાં એ સહેલું પડે છે.

અરે ભાઈ! તને જે સહેલું પડે છે એ તો રાગ છે. અને રાગમાં ધર્મબુદ્ધિ થવી એ મિથ્યાત્વ છે. જ્ઞાનીને તો રાગનો અનુરાગ નથી. એ તો માત્ર જે રાગ થઈ આવે છે તેનો જાણનાર જ રહે છે. સમજાણું કાંઈ?

[પ્રવચન નં. ૨૮૬ (શેષ)*દિનાંક ૮-૧-૭૭]