जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ।। २१४।।
ज्ञायकभावो नियतो निरालम्बस्तु सर्वत्र।। २१४।।
એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છેઃ-
સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪.
ગાથાર્થઃ– [एवमादिकान् तु] ઇત્યાદિક [विविधान्] અનેક પ્રકારના [सर्वान् भावान् च] સર્વ ભાવોને [ज्ञानी] જ્ઞાની [न इच्छति] ઈચ્છતો નથી; [सर्वत्र निरालम्बः तु] સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે [नियतः ज्ञायकभावः] નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે.
ટીકાઃ– ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.
હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.
ભાવાર્થઃ– પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી. *
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ- _________________________________________________________________
* પ્રથમ, મોક્ષાભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો; તેણે આ ગાથા સુધીમાં સમસ્ત પરિગ્રહભાવને છોડયો, એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો.