૨૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
ज्ञानिनो यदि भवत्युपभोगः।
तद्भवत्वथं च रागवियोगात्
नूनमेति न परिग्रहभावम्।। १४६।।
વિપાકને લીધે [ज्ञानिनः यदि उपभोगः भवति तत् भवतु] જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, [अथ च] પરંતુ [रागवियोगात्] રાગના વિયોગને લીધે (-અભાવને લીધે) [नूनम्] ખરેખર [परिग्रहभावम् न एति] તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
ભાવાર્થઃ– પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૬.
એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છેઃ-
જુઓ, આ નિર્જરા અધિકાર છે. ધર્મ કોને થાય અર્થાત્ કર્મ તથા અશુદ્ધતાની નિર્જરા કોને થાય તેની આ વાત ચાલે છે. અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ પરમાત્માએ જે આત્માને જોયો છે તે નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી છે. અહાહા...! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળ સચ્ચિદાનંદમય વસ્તુ છે. આવા આત્માનાં જેને અનુભવ ને પ્રતીતિ થયાં છે તે સમકિતી જ્ઞાની છે, ધર્મી છે. તેને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્યભાવની ઇચ્છા નથી, તથા તેને પાપભાવ થઈ આવે તોપણ તેની ઇચ્છા નથી. અહાહા...! જ્ઞાનીને પુણ્ય-પાપના ભાવની ઇચ્છા નથી.
અહીં મુનિની પ્રધાનતાથી કથન છે ને? અહાહા...! અંતરમાં અતીન્દ્રિય આનંદની-પ્રચુર આનંદની લહેરમાં જે રમી રહે છે તે મુનિ ધર્માત્મા છે. એવા મુનિને, કહે છે, પુણ્ય-પાપની ઇચ્છા નથી તથા આહાર-પાણીની ઇચ્છા નથી. ગજબ વાત છે ભાઈ! મુનિરાજને આહાર-પાણીનો વિકલ્પ તો થઈ આવતો હોય છે, પણ આ