Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2220 of 4199

 

સમયસાર ગાથા-૨૧પ ] [ ૩૦૭ જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી. જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે-રોગી જેમ રોગનો ઇલાજ કરે તેમ. આ, નબળાઈનો દોષ છે.

*
સમયસાર ગાથા ૨૧પઃ મથાળું
હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છેઃ-
* ગાથા ૨૧પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય-અતીત (ગયા કાળનો), પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો).’ ભૂત, વર્તમાન ને ભવિષ્ય-એમ ત્રણ કાળ છે ને? તેની આ વાત કરે છે.

‘તેમાં, પ્રથમ, જે અતીત ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત્ વીતી ગયો હોવાને લીધે જ) પરિગ્રહભાવને ધારતો નથી.’

જુઓ, આ નિર્જરા અધિકાર છે ને? એમાં જેને નિર્જરા થાય છે તે ધર્મી કોને કહીએ-એની વાત ચાલે છે. અહાહા...! જેને અંદરમાં સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો નિરાકુળ આનંદ પ્રગટ થયો છે વા જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચયરત્નત્રયના પરિણામ વા નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો છે તે સમકિતી ધર્મી છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે જે આત્મા નિશ્ચયરત્નત્રયરૂપ પરિણમ્યો છે તે આત્માને નિશ્ચયમોક્ષમાર્ગ કહીએ છીએ અને તે સદ્ભૂત વ્યવહારનય છે. નિર્મળ પર્યાય છે ને? તેથી શુદ્ધરત્નત્રયરૂપ પરિણત આત્માને નિશ્ચયમોક્ષમાર્ગ કહીએ તે સદ્ભૂત વ્યવહારનય છે, અને ત્યારે દયા, દાન, વ્રતાદિના જે પરિણામ આવે છે તેને નિમિત્તરૂપે (વા સહચરરૂપે) જાણવા તે અસદ્ભૂત વ્યવહારનય છે. ત્યાં એ વ્યવહારરત્નત્રય છે માટે નિશ્ચયરત્નત્રય પ્રગટયું છે એમ નથી અર્થાત્ વ્યવહારરત્નત્રય કાંઈ નિશ્ચયનું કર્તા નથી.

પ્રશ્નઃ– પણ એ નિમિત્ત કારણ તો છે ને? સમાધાનઃ– હા; નિમિત્ત કારણ છે. પણ એનો અર્થ શું? એને અસદ્ભૂત વ્યવહારનયથી કારણ કહેવામાં આવે છે. એનો અર્થ એ જ થાય છે કે તે વાસ્તવિક-ખરું કારણ નથી. તેને કારણ માત્ર આરોપ આપીને કહેવામાં આવે છે. ઝીણી વાત છે ભાઈ! વ્યવહાર સમકિત અર્થાત્ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને પંચમહાવ્રતાદિના પરિણામનો વિકલ્પ-એ બધું અસદ્ભૂત વ્યવહારનય છે. એટલે કે તે વાસ્તવિક કારણ નથી પણ આરોપિત કારણ છે. તે મોક્ષમાર્ગમાં કાંઈ-કિંચિત્ પણ-કાર્યકારી નથી.