સમયસાર ગાથા-૨૧પ ] [ ૩૧૩ વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે. જ્યાં ત્યાં વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો;-ને કલ્યાણ થઈ જશે-એવી પ્રરૂપણા ચાલે છે. પણ ભાઈ! એવી માન્યતા મિથ્યાત્વ છે, એવું શ્રદ્ધાન મિથ્યા શ્રદ્ધાન છે. શું રાગની ક્રિયાથી આત્માનું કલ્યાણ થાય? ન થાય. આત્માનું કલ્યાણ તો એક વીતરાગભાવથી જ થાય છે.
ત્યારે કોઈ કહે છે-તે (રાગની ક્રિયા) કરતાં કરતાં તો થાય ને? સમાધાનઃ– અરે ભાઈ! તું શું કહે છે આ? શું લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવે? ન આવે. તેમ શું રાગ કરતાં કરતાં વીતરાગી સમ્યગ્દર્શન પ્રગટ થાય? ન થાય. ભાઈ! રાગ કરતાં કરતાં થાય એ તો ભારે વિપરીત માન્યતા છે. અહા! સમ્યગ્દર્શન વિના જેટલાં વ્રત, તપ છે તે બધાંય બાળવ્રત ને બાળતપ છે. ભાઈ! આત્મકલ્યાણનો માર્ગ બહુ જુદો છે બાપા!
અહીં કહે છે-વર્તમાન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહભાવને ધારતો નથી. કેમ? કેમકે તેને એમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. એ તો નિર્જરા અધિકારની (૧૯૪ મી) ગાથામાં આવી ગયું કે શાતા-અશાતાનો ઉદય નિયમથી વેદનમાં તો આવે છે અને તેથી જ્ઞાનીને થોડી અશુદ્ધતા થાય છે; પરંતુ તે ખરી જાય છે માટે તેને નિર્જરા કહે છે. તેમ અહીં કહે છે-જ્ઞાનીને કંઈક અશુદ્ધતા છે, પણ રાગબુદ્ધિ છૂટી ગઈ છે અને તેથી તે પરિગ્રહપણાને પામતી નથી. અહા! આવો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ!
કહે છે-પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. અહાહા...! જ્ઞાની, રાગ મારું કર્તવ્ય છે એમ રાગબુદ્ધિથી વા રાગથી મને લાભ છે, સુખ છે-એમ રાગમાં સુખબુદ્ધિથી પ્રવર્તતો જોવામાં આવતો નથી. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ! અહા! આવી વાત ભગવાન જિનેશ્વરના માર્ગ સિવાય બીજે કયાંય છે નહિ.
અહાહા...! જેને નિજ સ્વસંવેદનજ્ઞાનમાં નિર્મળાનંદનો નાથ ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા જણાયો અને નિરાકુલ આનંદનો સ્વાદ આવ્યો તેને, અહીં કહે છે, પૂર્વના ઉદયથી વર્તમાન જે ભોગ છે તેમાં રાગબુદ્ધિ નથી. તો કેવી રીતે છે? તો કહે છે-જ્ઞાની તેમાં વિયોગબુદ્ધિએ વર્તે છે. કેમ? તો કહે છે-કારણ કે અજ્ઞાનમયભાવ જે રાગબુદ્ધિ તેનો જ્ઞાનીને અભાવ છે. છે? છે અંદર? અહાહા...! રાગબુદ્ધિ છે તે અજ્ઞાનમય ભાવ છે અને તેનો જ્ઞાનીને અભાવ છે.
જુઓ, ભગવાન આત્મા જ્ઞાનમય ભાવ છે, જ્યારે રાગ અજ્ઞાનમય ભાવ છે. કેમ? કેમકે રાગમાં જ્ઞાનમય ભાવનો અંશ નથી. જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માની જ્ઞાનપરિણતિનો