Pravachan Ratnakar (Gujarati). Gatha: 216.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2232 of 4199

 

ગાથા–૨૧૬
कुतोऽनागतमुदयं ज्ञानी नाकांक्षतीति चेत्–
जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं।
तं जाणगो दु णाणी उभयं पि ण कंखदि कयावि।। २१६।।
यो वेदयते वेद्यते समये समये विनश्यत्युभयम्।
तद्ज्ञायकस्तु ज्ञानी उभयमपि न कांक्षति कदापि।। २१६।।

હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? તેનો ઉત્તર કહે છેઃ-

રે! વેદ્ય વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે,
–એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬.

ગાથાર્થઃ– [यः वेदयते] જે ભાવ વેદે છે (અર્થાત્ વેદકભાવ) અને [वेद्यते] જે ભાવ વેદાય છે (અર્થાત્ વેદ્યભાવ) [उभयम्] તે બન્ને ભાવો [समये समये] સમયે

[विनश्यति] વિનાશ પામે છે- [तद्ज्ञायकः तु] એવું જાણનાર [ज्ञानी] જ્ઞાની

[उभयम् अपि] તે બન્ને ભાવોને [कदापि] કદાપિ [न कांक्षति] વાંછતો નથી.

ટીકાઃ– જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે; અને જે *વેધ-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે. ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારા) એવા વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેદ્યભાવ વિનાશ પામી જાય છે; તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે? જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેદ્યભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેદ્યભાવને વેદે છે, તો(ત્યાં એમ છે કે) તે બીજો વેદ્યભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેદ્યભાવને કોણ વેદે? જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો _________________________________________________________________

* વેદ્ય = વેદાવાયોગ્ય. વેદક = વેદનાર, અનુભવનાર.