૩૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
वेद्यते न खलु कांक्षितमेव।
तेन कांक्षति न किञ्चन विद्वान्
सर्वतोऽप्यतिविरक्तिमुपैति ।।
(ત્યાં એમ છે કે) તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે; પછી તે બીજો વેદકભાવ શું વેદે? આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી.
ભાવાર્થઃ– વેદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદ્યભાવ હોતો નથી અને જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે? અને જ્યારે વેદ્યભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેદ્યને કોણ વેદે? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી. અહીં પશ્ન થાય છે કે-આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે; તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે? તેનું સમાધાનઃ– વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેદ્યભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં વેદ્યભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ[वेद्य–वेदक–विभाव–चलत्वात्]વેદ્ય-વેદકરૂપ વિભાવભાવોનું ચળ-પણું (અસ્થિરપણું) હોવાથી [खलु] ખરેખર [कांक्षितम् एव वेद्यते न] વાંછિત વેદાતું નથી; [तेन] માટે [विद्वान् किञ्चन कांक्षति न] જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી; [सर्वतः अपि अतिविरक्तिम् उपैति] સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે.
ભાવાર્થઃ– અનુભવગોચર જે વેદ્ય-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે? ૧૪૭.