સમયસાર ગાથા-૨૧૬ ] [ ૩૨૧
હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? શું કહે છે? કે અનાગત એટલે ભવિષ્યના ભોગને જ્ઞાની વર્તમાનમાં કેમ વાંછતો નથી-તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
‘જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયક-ભાવસ્વરૂપ નિત્ય છે;...’
શું કહ્યું? કે ભગવાન આત્મા ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવા એક સ્વભાવભાવરૂપ જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે. જ્ઞાનીની દ્રષ્ટિ આવા એક ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવમાં સંલગ્ન છે. અહાહા...! જ્ઞાનીને એક ધ્રુવ સ્વભાવભાવની અખંડ એક જ્ઞાયકભાવની એકાગ્રતાની ભાવના હોય છે. તેથી જ્ઞાની તો સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે.
હવે કહે છે-‘અને જે વેદ્ય-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે.’
જુઓ, વેદ્ય એટલે કે ઇચ્છા કરનારો ભાવ અને વેદક એટલે કે અનુભવવા લાયકનો ભાવ. અહીં કહે છે-આ બન્ને ભાવો વિભાવભાવો છે અને તેઓ ઉત્પાદ- વ્યયસ્વરૂપ હોવાથી ક્ષણિક છે. એટલે શું? કે વર્તમાન જે ઇચ્છા થઈ કે ‘હું આને ભોગવું’ તે ઇચ્છાકાળે-વેદ્યકાળે ભોગવવાનો કાળ નથી. અહાહા...! ઇચ્છાકાળે-વેદ્યકાળે ભોગવવાનો કાળ નથી અને ભોગવવાનો કાળ આવે ત્યારે વેદ્ય-ઇચ્છાનો કાળ નથી કેમકે ઇચ્છાનો કાળ ત્યારે વ્યતીત થઈ ગયો છે. સમજાણું કાંઈ...?
ફરીને- શું કહે છે? કે ધર્મીની દ્રષ્ટિમાં તો ધ્રુવ સ્વભાવભાવ ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેલો છે. અને વર્તમાનમાં તે જેને ઇચ્છે છે તે વસ્તુ-વેદનલાયક વસ્તુ તત્કાળ તો છે નહિ તથા જ્યારે વેદનલાયક વસ્તુ આવે છે ત્યારે વેદ્ય જે ઇચ્છા થઈ હતી તે હોતી નથી. માટે જ્ઞાની કાંઈ ઇચ્છતો નથી.
અહા! ધર્મીને વેદ્ય-વેદકભાવની ભાવના કેમ નથી? તો કહે છે-ધર્મીની દ્રષ્ટિ એક નિત્ય ધ્રુવસ્વભાવ ઉપર રહેલી છે; તેમ જ વર્તમાન કાંક્ષમાણ જે વેદ્યભાવ કે આને ભોગવું-પૈસાને ભોગવું, સ્ત્રીને ભોગવું, મકાનને ભોગવું-આવો જે વેદ્યભાવ તેના કાળે વેદક વસ્તુ-પૈસા, સ્ત્રી, મકાન-છે નહિ અને જ્યારે વેદક વસ્તુનો (પૈસા