Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2255 of 4199

 

૩૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ વાત છે. તેથી જ્ઞાન જેનો સ્વભાવ છે તે આત્મા-સ્વભાવી જ્ઞાન જ છે. અહીં કહે છે- જ્ઞાનસ્વભાવી આત્માને જે જાણે છે તે વિદ્વાન છે અને તે કાંઈ વાંછતો નથી કેમકે વાંછિત વેદાતું નથી.

સમકિતી કાંઈ પણ વાંછતો નથી એમ કહો છો અને છતાં તે છ ખંડનું રાજ્ય કરે? શું સામેથી છ ખંડના રાજાઓને જીતવા જાય? બે ભાઈ-બાહુબલી ને ભરત લડે?

સમાધાનઃ– બાપુ! એ બીજી વાત છે. (તું કરે છે એમ કહે છે પણ) એ તો રાગ આવી જાય છે. કરે કોણ? શું સમકિતી રાગ કરે? ભાઈ! એ તો જે રાગ આવી જાય છે તેને માત્ર જાણે જ છે. રાગ કરવા જેવો છે, તે મારું કર્તવ્ય છે, તે મારું સ્વરૂપ છે એમ જ્ઞાનીને કયાં છે? જ્ઞાનીને રાગનું કરવાપણું કે સ્વામીપણું છે જ નહિ.

તે તો ‘सर्वतः अपि अतिविरक्तिम् उपैति’ સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે.

જોયું? આ વૈરાગ્ય લીધો. પહેલાં જ્ઞાન લીધું અને હવે વિદ્વાનને અતિવિરક્તપણું હોય છે એમ લીધું. જ્ઞાન ને વૈરાગ્ય બન્ને લીધા. પૂર્ણસ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન- જ્ઞાનનું જ્ઞાન અને રાગના અભાવરૂપ વીતરાગભાવ-વૈરાગ્યભાવ-એમ બન્ને જ્ઞાનીને હોય છે. અહાહા...! અહીં કહે છે-જ્ઞાની સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને પામે છે. માટે તેને કાંક્ષવું ને વેદવું એ હોતું નથી. જગત પ્રતિ અત્યંત ઉદાસીન એવા જ્ઞાનીને બસ જાણવું- જાણવું-જાણવું હોય છે.

કોઈને વળી થાય કે આ તે વળી કેવો ધર્મ! ભાઈ! મારગ તો આવો જ છે બાપા! આ બીજે નથી આવતું? શું? કે થોડુંક પણ દુઃખ સહન કરવાનું આવે છે તે સહન થતું નથી તો પછી પ્રભુ! જેના ફળમાં મહાદુઃખ આવી પડે એવાં કર્મ (પુણ્ય-પાપની ક્રિયા) કેમ કરે છે? પ્રભુ! આવાં કર્મ- શુભાશુભ બેય હોં-કે જેના ફળમાં તીવ્ર મહાદુઃખ ભોગવવાં પડે તે તું કેમ બાંધે છે? ક્ષણવાર પણ પ્રતિકૂળતા સહન થતી નથી, એક ગુમડું નીકળ્‌યું હોય ત્યાં રાડા-રાડ કરી મૂકે છે, સાધારણ તાવ હોય ત્યાં ઊંચો-નીચો થઈ જાય છે-હવે આવાં અલ્પ દુઃખ પણ સહન થઈ શકતાં નથી તો એથી અનંતગણાં દુઃખો થાય એવાં કર્મ તારે બાંધવાં છે? ભાઈ! તને શું થયું છે આ? અહા! બહારનું બધું ભૂલી જા પ્રભુ! બહારની ચમક-દમક બધી ભૂલી જા. અહીં અંદરમાં દેખવાલાયક દેખનાર ભગવાન છે તેને દેખ! ભાઈ બહારનું દેખવામાં જરાય સુખ નથી. અંદર દેખનારો છે કે નહિ? છે ને. તે સુખધામ છે. તો બહારનું દેખવું મૂકી દઈને અંદર દેખનાર જે તું જ છે તેને દેખ. એમ કરતાં તને સમકિત થશે, જ્ઞાન થશે અને