Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2286 of 4199

 

સમયસાર ગાથા-૨૧૭ ] [ ૩૭૩

અહાહા...! આખું પડખું બદલાઈ ગયું. અજ્ઞાનદશામાં રાગરસમાં-રાગના પડખે હતો, તે હવે જ્ઞાન થતાં, શુદ્ધ ચૈતન્યરસનો સ્વાદ આવતાં ચૈતન્યના પડખે આવ્યો. હવે રાગનો રસ રહ્યો નહિ, તો ભલેને ૯૬ હજાર સ્ત્રીઓના વૃંદમાં હો તોપણ તે લેપાતો નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! જેને અંતરમાં ચૈતન્યની પ્રભુતાનો રસ આવ્યો તેને પામર રાગ-રસ છૂટી જાય છે અને તેથી સમકિતી કર્મની સામગ્રીના મધ્યમાં પડયો હો કે રાગાદિની ક્રિયાના મધ્યમાં પડયો હો તોપણ તે સર્વ કર્મોથી લેપાતો નથી; અર્થાત્ તેને તે બાહ્ય સામગ્રીથી કે અંદરના ક્રિયાકાંડથી બંધ થતો નથી. તેમાં રસ નથી ને? તેથી તે લેપાતો નથી. આવી વાત છે.

*
[પ્રવચન નં. ૨૯૧ થી ૨૯૩*દિનાંક ૧૩-૧-૭૭ થી ૧પ-૧-૭૭]