Pravachan Ratnakar (Gujarati). Gatha: 218-219.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2287 of 4199

 

ગાથા ૨૧૮–૨૧૯
णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो।
णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं।। २१८।।
अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो।
लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं।। २१९।।
ज्ञानी रागप्रहायकः सर्वद्रव्येषु कर्ममध्यगतः।
नो लिप्यते रजसा तु कर्दममध्ये यथा कनकम्।। २१८।।
अज्ञानी पुना रक्तः सर्वद्रव्येषु कर्ममध्यगतः।
लिप्यते कर्मरजसा तु कर्दममध्ये यथा लोहम्।। २१९।।
હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છેઃ-
છો સર્વ દ્રવ્યે રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં,
પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮.
પણ સર્વ દ્રવ્યે રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં,
તે કર્મરજ લેપાય છે, જ્યમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯.
ગાથાર્થઃ– [ज्ञानी] જ્ઞાની [सर्वद्रव्येषु] કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે [रागप्रहायकः]

રાગ છોડનારો છે તે [कर्ममध्यगतः] કર્મ મધ્યે રહેલો હોય [तु] તોપણ [रजसा] કર્મરૂપી રજથી [नो लिप्यते] લેપાતો નથી- [यथा] જેમ [कनकम्] સોનું [कर्दममध्ये] કાદ્રવ મધ્યે રહેલું હોય તોપણ લેપાતું નથી તેમ. [पुनः] અને [अज्ञानी] અજ્ઞાની [सर्वद्रव्येषु] કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે [रक्तः] રાગી છે તે [कर्ममध्यगतः] કર્મ મધ્યે રહ્યો થકો [कर्मरजसा] કર્મરજથી [लिप्यते तु] લેપાય છે- [यथा] જેમ [लोहम्] લોખંડ [कर्दममध्ये] કાદ્રવ મધ્યે રહ્યું થકું લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે) તેમ.

ટીકાઃ– જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડયું હોય તોપણ કાદવથી લેપાતું નથી (અર્થાત્ તેને કાટ લાગતો નથી) કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લેપાતો નથી કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની