સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] [ ૩૭પ
कर्तु नैष कथञ्चनापि हि परैरन्याद्रशः शक्यते।
अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं
ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।। १५०।।
કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. જેમ લોખંડ કાદવ મધ્યે પડયું થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે) કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે.
ભાવાર્થઃ– જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.
હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [इह] આ લોકમાં [यस्य याद्रक् यः हि स्वभावः ताद्रक् तस्य वशतः अस्ति] જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ) હોય છે. [एषः] એવો વસ્તુનો જે સ્વભાવ તે, [परैः] પરવસ્તુઓ વડે [कथञ्चन अपि हि] કોઈ પણ રીતે [अन्याद्रशः] બીજા જેવો [कर्तु न शक्यते] કરી શકાતો નથી. [हि] માટે [सन्ततं ज्ञानं भवत्] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે [कदाचन अपि अज्ञानं न भवेत्] કદી પણ અજ્ઞાન થતું નથી; [ज्ञानिन्] તેથી હે જ્ઞાની! [भुंक्ष्व] તું (કર્મોદ્રયજનિત) ઉપભોગને ભોગવ, [इह] આ જગતમાં [पर–अपराध–जनितः बन्धः तव नास्ति] પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી.)
ભાવાર્થઃ– વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ. આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે-તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. જો એવી શંકા કરીશ તો ‘પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે’ એવું માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. ૧પ૦.