૩૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
‘જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડયું હોય તોપણ કાદવથી લેપાતું નથી કારણ કે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે,.......’
જુઓ, શું કહ્યું? કે-‘જેમ ખરેખર..... ‘यथा खलु’ એમ પાઠ છે ને? खलु એટલે ખરેખર, વાસ્તવમાં, નિશ્ચયથી સુવર્ણ હજારો મણ કીચડની વચ્ચે પડયું હોય તો પણ તે કાદવથી લેપાતું નથી અર્થાત્ તેને કાટ લાગતો નથી. શું સોનાને કાટ લાગે? ન લાગે. કેમ ન લાગે? કારણ કે તેનો સ્વભાવ જ અલિપ્ત રહેવાનો છે. આ નિર્જરાની વાત દ્રષ્ટાંતથી કહે છે.
પ્રશ્નઃ– શાસ્ત્રમાં-તત્ત્વાર્થસૂત્રમાં તો તપથી નિર્જરા કહી છે. ‘तपसा निर्जरा च’ અને ઉપવાસાદિ કરવા તે તપ છે. તો એ તપથી નિર્જરા છે કે નહિ?
સમાધાનઃ– ભાઈ! એ તો બાહ્ય નિમિત્તથી કથન છે, બાકી નિર્જરા તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થતાં-સ્થિત થતાં થાય છે. આત્માના આનંદરસમાં લીન રહેવું તે તપ છે અને તે વડે નિર્જરા છે. જેમ સુવર્ણને કાટ લાગતો નથી તેમ ભગવાન આત્માને, તેના અનુભવની દ્રષ્ટિમાં રહેતાં રાગનો કાટ લાગતો નથી અને તેથી તેને નિર્જરા થાય છે.
આવી વ્યાખ્યા ભારે આકરી! બાપુ! આ સમજ્યા વિના સંસારમાં રખડતાં રખડતાં અનંતકાળ ગયો. એક- એક યોનિમાં એકેન્દ્રિયાદિમાં અનંત અનંત અવતાર કર્યા. એ જન્મથી મરણ પર્યંતના દુઃખની કથા શું કહીએ? બાપુ! તું ભૂલી ગયો છે. આ સક્કરકંદ, લસણ, ડુંગળી નથી આવતાં? તેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક દેહ છે; અને એક એક દેહમાં અનંત-નિગોદના જીવ છે. હવે આવા (નિગોદના) પણ અનંત ભવ કર્યા છે કે જ્યાં મન નહિ, વાણી નહિ, માત્ર દેહનો સંયોગ હતો. આ પૈસા ને મકાન ને કુટુંબ ને આબરૂ તો બધાં કયાંય રહી ગયાં. ભગવાન એકવાર સાંભળ તો ખરો! ત્યાં એક શ્વાસમાં અઢાર ભવ એવા અનંતા શ્વાસમાં અનંત ભવ ભગવાન! એણે અનંતવાર કર્યા છે. એના દુઃખને શું કહીએ?
હવે ત્યાંથી નીકળીને કોઈ મનુષ્ય થયો; અને ભગવાનની વાણીનું કારણ પામીને સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ જાગ્રત કરીને અંતરમાં આનંદના રસમાં ગયો તો પરથી એનું લક્ષ છૂટી ગયું. અહાહા...! પરમ અદ્ભુત રસ એવા ચૈતન્યરસનો-આનંદરસનો