સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] [ ૩૮૩ અજ્ઞાનનો મહિમા છે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે-તેરી શુદ્ધતા ભી બડી, તેરી અશુદ્ધતા ભી બડી. પાર ન પમાય તેવી પ્રભુ! તારી અશુદ્ધતા છે, આ તો પર્યાયની વાત હોં; બાકી અંદર શુદ્ધતાની તો શું વાત! શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા શુદ્ધ શુદ્ધ શુદ્ધ એક ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. અહાહા...! એની શું વાત! અને એની દ્રષ્ટિ થતાં જે નિર્મળ પરિણતિ પ્રગટે તેની પણ શી વાત! એ નિર્મળ પરિણતિ અશુદ્ધતાને પોતાનામાં ભળવા દેતી નથી એવો કોઈ અચિંત્ય જ્ઞાનનો મહિમા છે.
અહીં કહે છે-જેને શુભાશુભ પરિણામ થાય છે તેવા સમકિતીને શુભાશુભભાવ ઉપર દ્રષ્ટિ નહિ હોવાથી અને શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર જ દ્રષ્ટિ હોવાથી બંધન થતું નથી જ્યારે શુભાશુભભાવ ઉપર જેની દ્રષ્ટિ છે અને જેણે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માને ભાવ્યો નથી તેવા અજ્ઞાનીને બંધન થાય છે. આવી વાત છે.
હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘इह’ આ લોકમાં ‘यस्य याद्रक् यः हि स्वभावः ताद्रक् तस्य वशतः अस्ति’ જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ) હોય છે.
શું કહે છે? કે વસ્તુ-ભગવાન આત્મા શુદ્ધ શુદ્ધ પરમ પવિત્ર જ્ઞાનાનંદસ્વભાવ છે અને તે સ્વાધીન જ છે. અહાહા-! આત્માનો શુદ્ધ એક જ્ઞાયકભાવ-ચૈતન્યભાવ છે તે સહજ સ્વાધીન જ છે; તે પરાધીન નથી. પર્યાયમાં જે અપવિત્રતા-અશુદ્ધતા હોય છે તે પરને આધીન-નિમિત્ત (કર્મ)ને આધીન હોય છે, પણ શુદ્ધ એક સ્વભાવ-જ્ઞાયકસ્વભાવ તો સહજ સ્વાધીન જ હોય છે.
હવે કહે છે-‘एषः’ એવો વસ્તુનો જે સ્વભાવ તે, ‘परैः’ પર વસ્તુઓ વડે ‘कथञ्चन अपि हि’ કોઈ પણ રીતે ‘अन्याद्रशः’ બીજા જેવો ‘कर्तुं न शक्यते’ કરી શકાતો નથી. અહીં, સિદ્ધાંત આ સિદ્ધ કરવો છે કે ધર્મીને પોતાની વસ્તુનો સ્વભાવ જે શુદ્ધ ને પવિત્ર છે તે, પર વડે-ધર્મી પરની સામગ્રીમાં રહેતો હોય તોપણ-તે પર સામગ્રી વડે બીજા જેવો કરી શકાતો નથી. પરપદાર્થના કારણે ધર્મીને અપરાધ થાય એમ કદીય નથી.
એ જ વિશેષ કહે છે કે-‘हि’ માટે ‘सन्ततं ज्ञानं भवत्’ જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે ‘कदाचन अपि अज्ञानं न भवेत्’ કદી પણ અજ્ઞાન થતું નથી.
અહાહા...! ધર્મીને નિરંતર શુદ્ધ ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્મા પોતાનો છે અને