સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ] [ ૪૦૯
અહાહા...! શું કહે છે? કે પરદ્રવ્યના ભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું તો પૂછીએ છીએ કે શું તને ભોગવવાની ઇચ્છા છે? ઇચ્છા છે ને વળી તું કહે કે મને બંધ નથી તો તેમ છે નહિ. જો તને ઇચ્છા છે તો તું ભોગનો રસીલો છે અને તો તને જરૂર બંધ છે. માટે કહે છે-‘ज्ञानं सन् वस’ જ્ઞાનરૂપ થઈને વસ; અર્થાત્ શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર. જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં જ રહે. આવો મારગ વીતરાગનો છે.
શું કહે છે? કે જ્ઞાનરૂપ થઈને વસ; શુદ્ધસ્વરૂપમાં નિવાસ કર. એટલે કે ઘરમાં નહિ, કુટુંબમાં નહિ, પૈસામાં નહીં ને રાગમાં પણ નહિ પણ શુદ્ધ ચિન્માત્રવસ્તુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પોતે છે તેમાં વસ. લ્યો, પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ-એ ટૂકું ને ટચ. ભાઈ! આ શબ્દો તો થોડા છે પણ એનો ભાવ ગંભીર છે. અહાહા...! અમૃતનો સાગર પ્રભુ આત્મા છે; તેના અમૃતનાં પાન કીધાં ને હવે પરદ્રવ્યને ભોગવવાની વૃત્તિ-ઝેરને પીવાની વૃત્તિ કેમ હોય? ન હોય. માટે કહે છે કે અમૃતસ્વરૂપ એવા સ્વસ્વરૂપમાં વસ.
‘अपरथा’ નહિ તો અર્થાત્ ભોગવવાની જો ઇચ્છા કરીશ વા જો અજ્ઞાનરૂપે પરિણમીશ તો ‘धुवम्’ स्वस्य अपराधात् बन्धम् एषि’ તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ.
શું કહે છે? કે શુદ્ધસ્વરૂપમાં નિવાસ કર; જો ભોગવવાની ઇચ્છા કરીશ તો ‘धुवम्’ ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. અહાહા...! છે અંદર ‘ध्रुवम्’નો અર્થ ચોક્કસ કર્યો છે, એમ કે આત્માના આનંદરસને ભૂલીને જો તું વિષયના ભોગનો રસ લઈશ તો જરૂર તને અપરાધ થશે અને તે પોતાના અપરાધથી જરૂર તું બંધાઈશ. ભાઈ! આ ફુરસદ લઈને સમજવું પડશે હોં.
ત્યારે કોઈ અજ્ઞાનીઓ વળી કહે છે-હમણાં તો મરવાનીય ફુરસદ નથી. અહા! આખો દિ’ બિચારા પાપની મજુરીમાં-રળવા-કમાવામાં, બાયડી-છોકરાં સાચવવામાં ને ભોગમાં -એમ પાપની પ્રવૃત્તિમાં ગાળતા હોય તે દેખી કોઈ સત્પુરુષો કરુણા વડે કહે કે -ભાઈ! કાંઈક નિવૃત્તિ લઈ સ્વાધ્યાયાદિ કરો; ત્યારે કહે છે-અમને તો મરવાય ફુરસદ નથી? અહાહા...! શું મદ (મોહ મહામદ) ચઢયો છે!! ને શું વક્રતા!! કહે છે-મરવાય ફુરસદ નથી! પણ ભાઈ! એનું ફળ બહુ આકરું આવશે હોં. હમણાં જેને મરવાય ફુરસદ નથી તેને જ્યાં વારંવાર જન્મ-મરણ થાય એવા સ્થાનમાં (નિગોદમાં) જવું પડશે. શું થાય? મિથ્યાત્વનું પરંપરા ફળ નિગોદ જ છે.
અહીં કહે છે-જેને આત્માના આનંદના રસનો અનુભવ થયો છે એવા ધર્મીને પરદ્રવ્ય પ્રત્યે ભોગવવાનો રસ હોતો નથી. અહાહા...! સ્વરૂપના રસિયાને પરદ્રવ્યને