Pravachan Ratnakar (Gujarati). Gatha: 228 Kalash: 155.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2351 of 4199

 

ગાથા–૨૨૮
सम्माद्दिट्ठी जीवा णिस्संका होंति णिब्भया तेण।
सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका।। २२८।।
सम्यग्द्रष्टयो जीवा निश्शङ्का भवन्ति निर्भयास्तेन।
सप्तभयविप्रमुक्ता यस्मात्तस्मात्तु निश्शङ्काः।।
२२८।।
(शार्दूलविक्रीडित)
लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मन–
श्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः।
लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५५।।
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ-
સમ્યક્ત્વવંત જીવો નિઃશંક્તિ, તેથી છે નિર્ભય અન;ે
છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮.
ગાથાર્થઃ– [सम्यग्द्रष्टयः जीवाः] સમ્યગ્દ્રષ્ટિ જીવો [निश्शङ्काः भवन्ति] નિઃશંક

હોય છે [तेन] તેથી [निर्भयाः] નિર્ભય હોય છે; [तु] અને [यस्मात्] કારણ કે [सप्तभयविप्रमुक्ताः] સપ્ત ભયથી રહિત હોય છે [तस्मात्] તેથી [निश्शङ्काः] નિઃશંક હોય છે (-અડોલ હોય છે).

ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દારુણ (દ્રઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત્ એમ યોગ્યપણે ગણવામાં આવે છે).

હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [एषः] આ ચિત્સ્વરૂપ લોક જ [विविक्तात्मनः] ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો) [शाश्वतः एकः सकल–व्यक्तः लोकः]