Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2357 of 4199

 

૪૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેઓ સર્વ કર્મોનાં ફળ પ્રત્યે એટલે પુણ્યનાં ફળ પ્રત્યે ને પાપનાં ફળ પ્રત્યે નિરભિલાષી છે. જેમ પાપનાં ફળ પ્રતિ નિરભિલાષી છે. તેમ પુણ્યના ફળ પ્રતિ પણ નિરભિલાષી છે. ‘સર્વ કર્મોનાં’ કહ્યાં છે ને? એટલે પાપ ને પુણ્ય બન્ને આવી ગયાં. કર્મફળ નામ ક્રિયા ને પ્રાપ્ત સામગ્રી ઇત્યાદિ પ્રત્યે સમ્યગ્દ્રષ્ટિઓ નિરભિલાષી છે, નિર્વાંછક છે.

કહે છે-‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષી હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દારુણ (દ્રઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે.’

જોયું? નિઃશંક હોવાથી તેઓ અત્યંત નિર્ભય છે. અહા! પરમાધામી શરીરને અગ્નિમાં નાખે અને શરીરના, પારાના જેમ ભુક્કા થઈ જાય છે તેમ, ભુક્કા થઈ જાય તોપણ ‘મને કાંઈ છે નહિ, હું તો છું તે છું, મારું જ્ઞાનસ્વરૂપ-જ્ઞાનસ્વભાવરૂપી શરીર-કોઈથી હણાય એવું નથી’-એમ સમ્યગ્દ્રષ્ટિઓ નિઃશંક ને દ્રઢ નિશ્ચયવાળા હોય છે. અહાહા...! આ શરીર તો હણાય કેમકે એ તો હણાવા યોગ્ય છે પણ હું તો અનાદિઅનંત અવિનાશી તત્ત્વ છું. આવો નિઃશંક દ્રઢ નિશ્ચય જેમને થયો છે તે સમ્યગ્દ્રષ્ટિઓ અત્યંત નિર્ભય છે-એમ કહે છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ શાશ્વત ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનું જેને ભાન થયું છે, વેદન થયું છે તે અત્યંત નિઃશંક અને નિર્ભય છે.

*

હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છેઃ- સમ્યગ્દ્રષ્ટિને નિઃશંક ને નિર્ભય કહ્યોને? તેથી હવે તેને સાત ભયનો અભાવ છે એમ કાવ્યો દ્વારા પ્રગટ કરે છેઃ-

* કળશ ૧પપઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘एषः’ આ ચિત્સ્વરૂપ લોક જ.........

જોયું? ‘एषः’–‘આ’ કહેતાં જે જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો છે તે આ ચિત્સ્વરૂપ- જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા જ મારો લોક છે એમ જ્ઞાની જાણે છે.

અહાહા...! કહે છે-આ ચિત્સ્વરૂપ લોક જ ‘विविक्तात्मनः’ ભિન્ન આત્માનો અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો ‘शाश्वतः एकः सकल–व्यक्तः लोकः’ શાશ્વત, એક અને સકલ-વ્યક્ત (-સર્વ કાળે પ્રગટ એવો) લોક છે.

અહાહા...! મારો તો શાશ્વત, એક અને સકળ પ્રગટ-વ્યક્ત લોક છે એમ ધર્મી જાણે છે. વસ્તુ-આત્મા વ્યક્ત છે એમ કહે છે. જોકે (વ્યક્ત) પર્યાયની અપેક્ષાએ તેને અવ્યક્ત કહેવામાં આવે છે એ બીજી વાત છે. ૪૯મી ગાથામાં છ બોલ આવે