સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૪પ છે. તેમાં છ બોલથી ભગવાન આત્માને અવ્યક્ત કહ્યો છે. ત્યાં અપેક્ષા બીજી છે. અહી તો વસ્તુ તરીકે ભગવાન આત્મા વ્યક્ત છે-સકલવ્યક્ત છે-એમ કહે છે. અહાહા... કહે છે- મારો લોક શાશ્વત છે, એક અર્થાત્ એકસ્વરૂપે છે તથા સકળ-પ્રગટ છે. ‘एषः’–આ આખો ધ્રુવ નિત્યાનંદ પ્રભુ આત્મા સકળ-વ્યક્ત અર્થાત્ સર્વકાળે પ્રગટ છે એમ કહે છે. જુઓ! આ ધર્મીની દ્રષ્ટિ!
ત્યાં ૪૯મી ગાથામાં અવ્યક્તના છ બોલ છે ને કે- ૧. છ દ્રવ્યસ્વરૂપ લોક જ્ઞેય છે, વ્યક્ત છે અને તેનાથી ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત
પોતાની અપેક્ષાએ વ્યક્ત-આખો પ્રગટ છે.
૨. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ ભિન્ન છે માટે અવ્યક્ત છે. ૩. ચૈતન્યસામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્ગત છે માટે તે અવ્યક્ત છે. ૪. ક્ષણિક વ્યક્તિમાત્ર-પર્યાયની ક્ષણિક વ્યક્તિમાત્ર-નથી માટે ભગવાન આત્મા અવ્યક્ત
પ. વ્યક્ત અને અવ્યક્ત એક સાથે પ્રતિભાસવા છતાં ભગવાન આત્મા વ્યક્તને સ્પર્શતો
થવા છતાં વ્યક્તને દ્રવ્ય અડતું નથી માટે અવ્યક્ત છે. ઝીણી વાત ભાઈ!
૬. પોતે પોતાથી જ બાહ્યાભ્યંતર અનુભવમાં આવવા છતાં વ્યક્ત પ્રતિ તે ઉદાસ છે માટે
અહાહા...! પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ત્યાં ૪૯ મી ગાથામાં અવ્યક્ત કહ્યો છે તેને અહીં વ્યક્ત કહ્યો છે. કોઈ દિ’ આવી વાત સાંભળી ન હોય તેને થાય કે-આ તે કેવો ઉપદેશ ને કેવી વાત! ઘડીકમાં અવ્યક્ત ને ઘડીકમાં વ્યક્ત કહો તે કેવી વાત! અરે ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
પ્રશ્નઃ– તો શું તે આખો પ્રગટ છે? સમાધાનઃ– હા; તે આખો પ્રગટ છે. વસ્તુ છે ને? ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાન ને આનંદનું ધામ-ગોદામ ત્રિકાળ એક વસ્તુ છે. એમાં એક એક એમ અનંત શક્તિઓ છે, અને એક એક શક્તિનું-ગુણનું અપરિમિત અનંત અનંત સામર્થ્ય છે. આવો વજ્રમય ભગવાન આત્મા એકરૂપ ધ્રુવ કોઈ દિ’ હલે નહિ-પરિણમે નહિ એવો એક, શાશ્વત એને સકળ-વ્યક્ત અહીં કહ્યો છે. જ્ઞાનમાં પ્રત્યક્ષ વ્યક્ત છે ને? તેથી અહીં સકળ-વ્યક્ત કહ્યો છે. ત્યાં ૪૯ મી ગાથામાં અવ્યક્ત કહ્યો છે તે બીજી અપેક્ષાએ છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ જાણવી જોઈએ.