૪૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ આત્મામાં કયાં છે? મારો તો અનંતગુણસમાજસ્વરૂપ સદા એકરૂપ ચૈતન્યરૂપ પ્રભુ આત્મા જ છે. અહા! આવું જાણતા-અનુભવતા જ્ઞાનીને આ લોકનો ને પરલોકનો ભય કેમ હોય? કદી ન હોય. ‘તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે.’ અહાહા...! હું જ્ઞાનરૂપ જ છું એમ તે અનુભવે છે અને આનું નામ ધર્મ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદરસનો રસિયો ધર્મી હું એક જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા જ છું એમ નિરંતર અનુભવે છે અને તેથી તેને આ લોક કે પરલોક સંબંધી કોઈ ભય હોતો નથી. સમજાણું કાંઈ...?
(અર્થાત્ વેદ્ય અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી)...........
જુઓ, ૨૧૬ ગાથામાં જે વેદ્ય-વેદક આવ્યું હતું તે બીજું છે (અને આ બીજું છે). ત્યાં (ગાથા ૨૧૬માં) વર્તમાન જે ઇચ્છા થાય કે ‘હું આ પદાર્થને ભોગવું’ તે ઇચ્છાને વેદ્ય કહ્યું. હવે તે ઇચ્છા ટાણે તે વસ્તુ-ભોગવવાની વસ્તુ હોતી નથી અને તે વસ્તુ જ્યારે આવે-ભોગવવાનો કાળ આવે ત્યારે-પેલી ઇચ્છા રહેતી નથી. શું કહ્યું? કે ઇચ્છાના કાળે-વેદ્યકાળે કાંક્ષમાણ જે વસ્તુ તે છે નહિ, અને તે વસ્તુ જ્યારે આવે ત્યારે ભોગવવાના કાળે-વેદકકાળે ઓલો વેદ્યભાવ હોતો નથી. વેદ્ય ને વેદકનો એક કાળ હોતો નથી કેમકે બેય વિભાવ છે. તો આવા વિભાવની કાંક્ષા અને તેનું વેદન જ્ઞાની કેમ કરે? ન કરે. જ્ઞાનીને તો પોતામાં અભેદ વેદ્ય-વેદક હોય છે. અહા! છે ને અંદર? કે અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી...’ અહાહા...! વેદનારો હું અને વેદવાયોગ્ય પણ હું; વેદ્ય-વેદક બન્ને અભિન્ન. આનંદનું (વેદવાયોગ્ય) વેદન હું ને આનંદની ભાવનાવાળોય હું; લ્યો, આવી વાત! બિચારા વ્યવહારવાળાને આ આકરું પડે છે, પણ શું થાય? મારગ જ આ છે.
એને એમ કે બહારમાં આપ કાંઈક કરવાનું કહો તો? સમાધાનઃ– પણ ભાઈ! શું કરવું છે તારે? બહારનું શું તું કરી શકે છે? રાગ- વિકલ્પનો પણ જે કર્તા થાય છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે. અહાહા...! અનંતગુણનો પવિત્ર પિંડ પ્રભુ આત્મા પરમાત્મા છે. શું તેનામાં કોઈ વિકાર કરવાનો ગુણ છે કે તે વિકારને કરે? અરે ભાઈ! રાગને કરવો ને તેને વેદવો તે એના સ્વરૂપમાં છે જ નહિ. માટે ધર્મીને તો નિત્ય આનંદની ભાવના ને આનંદનું જ વેદન હોય છે, સમજાણું કાંઈ...?