Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2366 of 4199

 

સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪પ૩ તેમ પર્યાયમાં કર્તા, કર્મ, કારણ આદિ એક સમયમાં છયે કારકો છે. અહા! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે બાપા! જેને તે (સ્વાનુભવમાં) પ્રાપ્ત થયું તેને ભવ રહે નહિ.

‘ज्ञानिनः अन्या आगत–वेदना एव हि न एव भवेत्’ જ્ઞાનીને બીજી કોઈ આવેલી

(-પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી.

શું કીધું એ? કે જ્ઞાનીને રાગનું વેદન હોતું નથી. કેમકે રાગ છે એ તો બહારનો આગંતુક ભાવ છે; મૂળ ભાવ નથી, પણ મહેમાનની જેમ આવેલો ભાવ છે. ‘आगत– वेदना’ કીધી છે ને? જ્ઞાનીને બીજી કોઈ આવેલી-પુદ્ગલોથી થયેલી-વેદના હોતી જ નથી. અહા! શું કળશ! ને શું ભાવ!

પ્રશ્નઃ– તો શું જ્ઞાનીને બહારના વેદનની પીડા ન હોય? ઉત્તરઃ– ના, ન હોય. જ્ઞાનીને બીજું વેદન કેવું? અહીં તો એક મુખ્ય લેવું છે ને? તો કહ્યું કે જ્ઞાનીને બીજી બહારની આવેલી વેદના નથી. એ તો સ્વભાવની દ્રષ્ટિમાં જે રાગનું વેદન છે તેને ગૌણ કરીને કહ્યું છે. બાકી દ્રષ્ટિની સાથે જે જ્ઞાન વિકસ્યું છે તે જેટલો રાગ છે તેટલું તેનું વેદન છે એમ યથાર્થ જાણે છે. પણ સ્વભાવની દ્રષ્ટિમાં તે ગૌણ છે. તો કહ્યું કે જ્ઞાનીને આગંતુક વેદના-બહારથી આવેલી રાગાદિની વેદના-હોતી નથી; એક જ્ઞાનની-નિરાકુલ આનંદની જ વેદના તેને છે.

જ્ઞાનીને જે અસ્થિરતાનો રાગ આવે તેનો તે જ્ઞાતા જ છે; તેનો તે કરનારો કે વેદનારો નથી. ઝીણી વાત છે પ્રભુ! અહાહા...! ‘હું આનંદ જ છું’ એમ જ્ઞાની જાણે છે અને જે વિકલ્પ આવે તેનો પણ જાણનાર જ છે. જુઓ, શત્રુંજય પર ધર્મરાજા, ભીમ, અર્જુન, સહદેવ ને નકુળ અંતર આનંદમાં ઝૂલે છે. ત્યારે તેમને શરીર ઉપર લોઢાનાં ધગધગતાં મુગટ આદિ આભૂષણ પહેરાવ્યાં. અહા! એવા કાળે ભગવાનની હયાતી હતી તેવા કાળે-શત્રુંજય જેવા તીર્થ પર મુનિદશામાં ઝૂલતા મુનિવરો ઉપર આવો ઉપસર્ગ કરનારા નીકળ્‌યા! છતાં મુનિવરો તો અંદર આનંદની રમતુમાં હતા; તેમને અસાતાનું-ખેદનું વેદન ન હતું. ત્યાં સહદેવ ને નકુળને વિકલ્પ આવ્યો કે- અરે! મહામુનિવરોને કેમ હશે? આ તો અસ્થિરતાનો વિકલ્પ આવ્યો પણ તેના તે જાણનાર જ હતા, બાકી વેદન તો અંતરમાં નિર્મળ જ્ઞાનાનંદનું જ હતું. લ્યો, આવી વાત!

અહીં કહે છે-જ્ઞાનીને બીજી કોઈ આવેલી-આગંતુક વિભાવની-વેદના હોતી નથી, તેથી ‘तद्–भीः कुतः’ તેને વેદનાનો ભય કયાંથી હોય? ‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति’ તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. જુઓ, અહીં રાગનું વેદન ગણ્યું નથી. જોકે તેને કિંચિત્ રાગનું વેદન છે પણ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની મુખ્યતામાં રાગનું વેદન