સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪પપ જ્ઞાનને અનુભવે છે.’ અહાહા...! સ્વરૂપમાં નિઃશંકપણે વર્તતા જ્ઞાનીને બહારની કોઈ વેદનાનો ભય નથી.
નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે.’
અહા! જે છે તે નાશ શી રીતે પામે? ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ છે. સત્ નામ શાશ્વત છે તે નાશ શી રીતે પામે? જે છે તેનો નાશ કોઈ દિ’ થાય નહિ એવી નિયત વસ્તુસ્થિતિ છે. વસ્તુની આ નિયત મર્યાદા છે કે જે છે તે કદી નાશ પામતું નથી.
‘तत् ज्ञानं किल स्वयमेव सत्’–આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સત્સ્વરૂપ વસ્તુ) છે (માટે નાશ પામતું નથી).
‘આ જ્ઞાન’ શબ્દે ભગવાન આત્મા સ્વયમેવ સત્-સત્સ્વરૂપ વસ્તુ છે. સ્વયમેવ સત્ નામ પોતે પોતાથી જ સત્ છે, કોઈ ઇશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નહિ અને એ કદી નાશ પામી જશે એમેય નહિ. અહાહા...! આત્મા સ્વયમેવ અનાદિ અનંત અવિનાશિક અકૃત્રિમ વસ્તુ ત્રિકાળ સત્ છે.
‘तत अपरैः अस्य त्रातं किम्’–તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? અહાહા...! જે છે... છે... છે... , છેપણું જેનું સ્વયં સ્વરૂપ છે તેનું પર વડે રક્ષણ શું? જે પોતાથી જ છે તેનું પર વડે રક્ષણ કેવું? ‘अतः अस्य किञ्चन अत्राणं न भवेत्’ આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરાપણ અરક્ષણ થઈ શકતું નથી.
શું કહ્યું? કે ભગવાન આત્મા ત્રિકાળી સત્ પ્રભુ પોતે પોતાથી જ સુરક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. વસ્તુ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પોતે પોતાથી જ સત્ શાશ્વત પદાર્થ છે. તેનું કોઈ રક્ષણ કરે તો તે રહે એમ તો છે નહિ. એ તો સ્વભાવથી જ શાશ્વત સદા સુરક્ષિત વસ્તુ છે. તેની તેનું જરાપણ અરક્ષણ થઈ શકતું નથી.
‘ज्ञानिनः तद्–भीः कुतः’ માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય કયાંથી હોય? અહાહા...! પોતાના સચ્ચિદાનંદસ્વરૂપનો અનુભવ થયો એવા ધર્મીને અરક્ષાનો ભય કયાંથી હોય? પોતાના શુદ્ધ શાશ્વત જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ કરવાવાળાને અરક્ષાનો ભય હોતો નથી. તે તો...