Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2374 of 4199

 

સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૬૧ પોતાપણે સ્વીકાર થયો તો જ્ઞાયકભાવ પ્રગટયો એમ કહેવાય છે. અને રાગના એકત્વમાં જ્ઞાયકભાવનો સ્વીકાર નહોતો તો જ્ઞાયકભાવ તિરોભૂત-ઢંકાઈ ગયેલો છે એમ કહેવામાં આવે છે. આવો મારગ બહુ સૂક્ષ્મ બાપા!

હવે, આવી અજ્ઞાનીને ખબર ન મળે ને મંડી પડે બહારમાં સામાયિક ને પોસા ને પ્રતિક્રમણ કરવામાં; પણ ભાઈ! એમાં તો તારો અખંડ એક જ્ઞાયકપ્રભુ ઢંકાઈ ગયો છે ભગવાન! એ કાંઈ ધર્મપદ્ધતિ નથી બાપા! અરેરે! ક્ષણ ક્ષણ કરતાં અવસર તો વીતતો જાય છે! પછી કયાં જઈને ઉતારા કરવા છે પ્રભુ! તારે? હમણાં જ પોતાની શાશ્વત ચીજની સંભાળ નહિ કરે તો કયારે કરીશ ભાઈ! ‘પછી કરશું’માં તો પછી જ રહેશે. પેલો દાખલો છે ને કે-‘વાણિયા જમે આજ ને બારોટ જમે કાલ.’ અરે ભાઈ! કાલ કોઈ દિ’ આવે નહિ ને બારોટનું જમણ કોઈ દિ’ થાય નહિ. તેમ અજ્ઞાની ‘પછી-પછી’-એમ કહે છે પણ...

હા, પણ હમણા કામ હોય તો શું કરવું? કામ? શું કામ છે? ધૂળેય કામ નથી સાંભળને. સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને આચરણ બસ એ એક જ કામ છે; આ સિવાય એને બીજું કોઈ કામ જ નથી. અરે ભાઈ! તું બીજા કામના રાગમાં રહીને તો અનંતકાળથી જન્મ-મરણ કરીને મરી ગયો છો.

પણ કર્મનો ઉદય હોય તો? સમાધાનઃ– ઉદય એના ઘરે રહ્યો; આત્મામાં તે કયાં છે? તેમાં જો જોડાય તો ઉદય કહેવાય, અને ન જોડાય તો ઉદય ખરી જાય છે. ઉદયના કાળે પોતે સ્વતંત્રપણે રાગની પર્યાયને કરે તો કર્મનો ઉદય નિમિત્ત કહેવામાં આવે છે. શું કહ્યું એ? કે કર્તા થઈને પોતે રાગને રચે તો તે ઉદયને નિમિત્ત કહેવાય છે. બાપુ! કોઈ તને નડતું નથી અને કોઈ ચીજ તને મદદ કરતી નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે હોં; માટે જે કરવા યોગ્ય કામ છે તે હમણાં નહિ કરે તો કયારે કરીશ? (ભાઈ! અનંતકાળેય આવો અવસર આવવો મુશ્કેલ છે).

હા, પણ બહારનું ન કરીએ તો આ સ્ત્રી-પુત્રાદિનું શું કરવું? સમાધાનઃ– અરે ભાઈ! તું શું પરનું કાર્ય કરી શકે છે? કદીય નહિ. આ સ્ત્રી- પુત્રાદિ તો સૌ પોતપોતાને કારણે છે. તેઓ સદા છૂટાં જ છે. (તેઓ તારામાં -તારા દ્રવ્ય-ગુણ-પર્યાયમાં-છે જ નહિ). તેમનું તું શું કરે છે? કાંઈ જ નહિ. બાપુ! અનંતકાળમાં તેં કોઈનું કાંઈ કર્યું નથી; માત્ર અભિમાન કર્યાં છે. પણ ભાઈ! એ તો તારા અહિતનો પંથ છે બાપા! બીજાનું કામ બીજો કરે એ તો વસ્તુ-સ્થિતિ જ નથી ભાઈ!

પણ આપના જેવા ગુરુ ધાર્યા પછી શું વાંધો છે?