સમયસાર ગાથા-૨૨૯ ] [ ૪૮૧ નાથ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ મુક્તસ્વરૂપ જ છે, અબદ્ધસ્વરૂપ જ છે. ૧૪-૧પમી ગાથામાં આવ્યું ને કે-‘जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं...’; ભાઈ! આત્મા રાગના બંધ વિનાનો અબદ્ધ-સ્પૃષ્ટ-મુક્તસ્વરૂપ જ છે. પણ હું રાગના સંબંધવાળો છું એવો એની માન્યતામાં સંદેહ હતો તે દૂર થતાં પોતે મોક્ષસ્વરૂપ જ છે એમ જણાય છે. સંદેહ દૂર થતાં (અભિપ્રાયમાં) એનો મોક્ષ થઈ ગયો.
કહે છે-જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે અર્થાત્ ખરેખર મને કર્મનો સંબંધ છે-એવો સંદેહ વા શંકા તે મિથ્યાત્વભાવ છે. જ્ઞાનીને આવો સંદેહ હોતો નથી. અહા! બંધના સંબંધરહિત અબંધસ્વરૂપ ચિન્માત્ર વસ્તુને જે દેખે છે તેને બંધની શંકા હોતી નથી. પર્યાયમાં રાગનો ને નૈમિત્તિકભાવનો સંબંધ છે પરંતુ એ તો પર્યાયબુદ્ધિમાં (પર્યાયની દ્રષ્ટિમાં) છે. દ્રવ્યદ્રષ્ટિએ તો પૂર્ણાનંદનો નાથ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા અબદ્ધ જ છે અને આવા અબદ્ધનો નિઃસંદેહ અનુભવ થતાં તેને બદ્ધનાં (બદ્ધ હોવાનાં) સંદેહ-શંકા-ભય હોતાં નથી.
અરે ભાઈ! ‘એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સંબંધમાં છે’-એનો અર્થ શું? અનંતગુણમય પ્રભુ આત્માને રાગનો ને કર્મનો સંબંધ છે-એનો અર્થ શું? અહા! એ તો મિથ્યા ભ્રમ છે. અહીં તો આ કહ્યું ને? કે-‘એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’ અરે ભાઈ! આત્મા એક જ્ઞાયકભાવમય જ છે; રાગમય કે કર્મમય છે જ નહિ; રાગવાળો કે કર્મવાળો કે પર્યાયવાળો આત્મા (શુદ્ધ દ્રવ્ય) છે જ નહિ. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– તાદાત્મ્ય સંબંધ ન માને પણ સંયોગ સંબંધ તો છે ને? સમાધાનઃ– અરે ભાઈ! સંયોગ સંબંધનો અર્થ શું? એનો અર્થ જ એ છે કે એ સંયોગી પદાર્થ-કર્મ કે રાગ-ભગવાન જ્ઞાયકસ્વરૂપ-આનંદસ્વરૂપ આત્મામાં છે જ નહિ. અહા! આનંદસ્વરૂપ ભગવાન આત્મા આનંદની શક્તિથી ભરપૂર સત્ત્વમય તત્ત્વ છે. એ તો અહીં જ્ઞાનથી (જ્ઞાનની પ્રધાનતાથી) લીધું છે તેથી ‘જ્ઞાયકભાવમયપણાને લીધે’ એમ કહ્યું છે. બાકી આનંદથી જુઓ તો આત્મા એક આનંદમયભાવ છે. તેને રાગનો કે કર્મનો સંબંધ છે એવી જ્ઞાનીને-અતીન્દ્રિય આનંદના ભોગવનારને-શંકા નથી એમ કહે છે.
અહા! પૂર્ણાનંદનો નાથ નિત્યાનંદ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અભેદ એક આનંદમયભાવ છે, એક જ્ઞાયકમયભાવ છે, એક પ્રભુતામયભાવ છે. અનંતગુણનો એક પિંડ છે ને? તેથી અનંતગુણસ્વરૂપ પ્રભુ આત્મા એક જ્ઞાયકમયભાવ છે. અહા! આવા નિજસ્વરૂપનો અનુભવ કરનાર જ્ઞાનીને, હું રાગના સંબંધવાળો, વિભાવના સંબંધવાળો છું-એવી