જેવી રીતે સ્વચેતનની અપેક્ષાએ બીજા ચેતન અને જડ અસત્ છે. ભલે એ પોત-પોતાની અપેક્ષાએ સત્ હોય. આ આત્માની અપેક્ષાએ અરિહંત અને સિદ્ધ પરમાત્મા પણ અનાત્મા (આ આત્મા નહિ) છે. એવી રીતે અંદરમાં ત્રિકાળીની અપેક્ષાએ પર્યાય અસત્ છે. પર્યાયની અપેક્ષાએ પર્યાય સત્ છે.
અહીં કોઈ એમ કહે કે-તો પછી પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અસત્-એમ ખરું કે નહીં? પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અભૂતાર્થ અને દ્રવ્યની અપેક્ષાએ પર્યાય અભૂતાર્થ એ તો જાણવાની અપેક્ષાએ વાત છે. આશ્રય કરવાની અપેક્ષાએ તો દ્રવ્ય જ એક ત્રિકાળ સત્ રહે છે અને એ જ ભૂતાર્થ છે. આશ્રય કરવા માટે કદીય પર્યાય સત્ અને ભૂતાર્થ હોય નહીં.
અહીં ‘પર્યાયથી અનુભવ કરતાં’ એમ જ્યાં આવે ત્યાં ‘અનુભવ કરતાં’ એટલે ‘જ્ઞાન કરતાં’ અને ‘દ્રવ્યનો અનુભવ કરતાં’ એમ આવે ત્યાં ‘દ્રવ્યનો આશ્રય કરીને’ એમ અર્થ છે. દ્રવ્યસ્વભાવ સર્વતઃ અસ્ખલિત છે. ત્રિકાળી જ્ઞાયકભાવ અભેદ એકરૂપ વસ્તુ કદીય અનેકરૂપમાં જતો નથી, પર્યાયને સ્પર્શતો નથી. દ્રવ્ય પર્યાયને આલિંગન કરતું નથી. પ્રવચનસાર ૧૭૨ ગાથાની ટીકામાં અલિંગગ્રહણના ૧૯મા બોલમાં આવે છે કે લિંગ નામ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી; કેમકે સ્પર્શ કરે તો એક થઈ જાય. ત્રિકાળીની અપેક્ષા અનેરી અનેરી ગતિ અભૂતાર્થ છે, એની હયાતી જ નથી. પ્રશ્નઃ– એકાંત થઈ જાય છે ને? ઉત્તરઃ– ત્રિકાળીનું જ્ઞાન સમ્યક્ એકાંત છે.
પ્રશ્નઃ– શું એકાંત પણ સમ્યક્ હોય?
ઉત્તરઃ– હા, ‘એક’ ચૈતન્યસ્વભાવ સમ્યક્ એકાંત છે. સમ્યક્ એકાંત વિના
ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં કહેલો માર્ગ છે. લોકોને સાંભળવા ન મળે એટલે શું થાય? બિચારા ક્રિયાકાંડમાં રચ્યાપચ્યા રહે અને એમ ને એમ કાળ પૂરો થઈ જાય. વળી મહિમા પણ એનો કરે કે આને આ ત્યાગ છે અને આને તે ત્યાગ છે. પણ અરે! દ્રષ્ટિમાં આખા આત્માનો ત્યાગ થઈ જાય છે એની ખબર ન મળે. ત્રીજો બોલઃ– જેમ સમુદ્રનો, વૃદ્ધિ-હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું) ભૂતાર્થ છે, સત્યાર્થ છે. પર્યાયથી જોવામાં આવે તો ભરતી અને