Pravachan Ratnakar (Gujarati). Gatha: 230.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2400 of 4199

 

ગાથા–૨૩૦
जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु।
सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो।। २३०।।
यस्तु न करोति कांक्षां कर्मफलेषु तथा सर्वधर्मेषु।
स निष्कांक्षश्चेतयिता सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३०।।
જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો,
ચિન્મૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૦.
ગાથાર્થઃ– [यः चेतयिता] જે ચેતયિતા [कर्मफलेषु] કર્મોનાં ફળો પ્રત્યે [तथा]

તથા [सर्वधर्मेषु] સર્વ ધર્મો પ્રત્યે [कांक्षां] કાંક્ષા [न तु करोति] કરતો નથી [सः] તે [निष्कांक्षः सम्यग्द्रष्टिः] નિષ્કાંક્ષ સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.

ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિષ્કાંક્ષ (નિર્વાંછક) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.

ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમ જ નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે, અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી-તે ધર્મોનો આદર નથી. આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દ્રષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી.

*
સમયસાર ગાથા ૨૩૦ઃ મથાળુ

હવે નિઃકાંક્ષિત ગુણની ગાથા કહે છેઃ-