Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2404 of 4199

 

સમયસાર ગાથા-૨૩૦ ] [ ૪૯૧ એ તો પરચીજ છે, એ તો જ્ઞેયમાત્ર છે; વ્યવહારે જ્ઞેય છે. પહેલાં (૨૨૯ મી ગાથામાં) ન આવ્યું? કે પોતાના એક જ્ઞાયકભાવમાં પરદ્રવ્યનો-પુણ્યકર્મ આદિનો સંબંધ માનવો તે મિથ્યાત્વ છે, કેમકે ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે, તો પછી આ કર્મના ફળરૂપ શરીર, મન, વાણી, દીકરા, દીકરી, કુટુંબ-કબીલા ને ધનસંપત્તિ ઈત્યાદિ નોકર્મ સાથે સંબંધ માનવો એય મિથ્યાત્વ છે, ત્યારે કોઈ એડવોકેટ (મિથ્યાત્વનો હોં) કહે છે-

તો શું નોટીસ આપી દેવી કે તમારે ને અમારે સંબંધ નથી?

સમાધાનઃ– એમ નહિ ભાઈ! જરા ધીરો થા બાપુ! એમાં નોટીસની જરૂરત કયાં છે? એ સર્વને પર જાણી પોતાના એક જ્ઞાયકભાવને ગ્રહણ કરવો બસ એ નોટીસ થઈ ગઈ. બાકી સર્વ મારાં છે, પુણ્યનાં ફળ મારાં છે એમ જાણવું અને ‘કાંઈ સંબંધ નથી’ એમ નોટીસ દેવાનું કહેવું એ તો છળ છે બાપા! અજ્ઞાન છે, અનંતાનુબંધીનો માયાચાર છે. સમજાણું કાંઈ? પરદ્રવ્યથી (સ્વામિત્વનો) સંબંધ માનવો એ મિથ્યાત્વ છે ભાઈ!

અહા! જ્ઞાનીને તો અંદરથી નોટીસ જ છે કે-મારે (-મારા આત્માને) ને દીકરાને, મારે ને દીકરીને, મારે ને પત્નીને, મારે ને પતિને, મારે ને ધનસંપત્તિને સંબંધ જ નથી. એનું તો પરિણમન જ એવું જ્ઞાનમય છે. આવું! બીજે તો કયાંય સાંભળવા મળવું દુર્લભ છે.

અહા! પ્રભુ! તું કોણ છો? પ્રભુ! તું તો ચેતયિતા એક જ્ઞાયકભાવમય, જ્ઞ- સ્વભાવમય, આનંદસ્વભાવમય ત્રિકાળી ધ્રુવસ્વરૂપ આત્મા છો ને? તું તો જાણગ- જાણગ-જાણગ-એમ જાણવાસ્વરૂપે છો ને ભગવાન? તો શું જાણવાવાળો આ બધાં પરદ્રવ્ય મારાં છે એમ જાણે? કદીય નહિ. પરદ્રવ્યને જાણવાં એય જ્ઞેયમાત્રપણાનો વ્યવહાર છે; તો પછી એ પર બધાં મારાં એમ કયાંથી આવ્યું? અહા! તને શું થઈ ગયું પ્રભુ? સર્વજ્ઞ પરમેશ્વરે તો આત્માને એક ચિન્માત્રસ્વભાવી જ જોયો છે. તો એવો પોતાને પોતાનામાં દેખવાને બદલે આ બધાં પર મારાં છે એમ જાણવા લાગ્યો તો તને શું થઈ ગયું પ્રભુ? જો ને? કે સ્વરૂપમાં સદા સાવધાન એવો જ્ઞાની તો પરની-પરધર્મોની-વાંછા જ કરતો નથી.

અહીં કહે છે-‘વળી તેને સર્વધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તથા નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે,...’

શું કહ્યું? કે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની જ્ઞાનીને વાંછા નથી. સુવર્ણ હો કે પાષાણ હો, નિંદાનાં વચન હો કે પ્રશંસાનાં, કાચ હો મણિરત્ન હો,