૪૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જશ હો કે અપજશ હો-એ બધા જડ પદાર્થો પુદ્ગલસ્વભાવો છે, પરસ્વભાવો છે. અહા! નિજ જ્ઞાનાનંદ સ્વરૂપની ભાવના આગળ જ્ઞાનીને એ બધા પર પદાર્થોની વાંછા રહેતી નથી, સમાપ્ત થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. અહા! જેણે અંતરમાં પોતાનું જ્ઞાનનિધાન જોયું, અનંતગુણમય જ્ઞાનનો અખૂટ આશ્ચર્યમય ખજાનો જોયો તેને ખજાને ખોટ કયાં છે કે તે પરની ઇચ્છા કરે? ધર્મીને પોતાના જ્ઞાનમાં ને પ્રતીતિમાં અનંતનિધાનસ્વરૂપ આખો ભગવાન આવી ગયો છે. હવે તે પરની કેમ ઇચ્છા કરે? આવે છે ને કે-
પરકી આશ કહા કરૈ પ્રીતમ...
પરકી આશ કહા કરૈ વહાલા...
કઈ બાતે તું અધૂરા? પ્રભુ મેરે? તું સબ બાતે પૂરા.”
પોતાની ચીજ જ અંદર પૂરણ છે તો પરની વાંછા જ્ઞાની કેમ કરે? ભાઈ! કોઈ ગમે તે કહે, મારગ તો આ છે બાપા!
શ્રીમદે કહ્યું છે ને કે-
અહા! ભગવાન! તું આખો ચૈતન્યનિધાન છો ને પરની ઇચ્છા કેમ કરે છે? પરની ઇચ્છા કરતાં તો ભાઈ! તારું ચૈતન્યનિધાન-ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા ખોવાઈ જશે; તારું સર્વસ્વ ખોવાઈ જશે. પરની ઇચ્છા તો દુઃખનું મૂળ છે ભાઈ! અહા! કરોડો- અબજોની સંપત્તિ હોય તોપણ તેને પુદ્ગલસ્વભાવ જાણીને જ્ઞાની તેની ઇચ્છા કરતો નથી.
કોઈને વળી થાય કે-આ કોની વાત છે? (એમ કે મુનિની વાત છે) સમાધાનઃ– આ તો ભાઈ! જેણે અંદર પોતાનું મુક્તસ્વરૂપ એવું ચૈતન્યરૂપ ભાળ્યું છે એવા સમ્યગ્દ્રષ્ટિની વાત છે. જેનું ધ્યેય મોક્ષસ્વરૂપ આત્મા છે એવા સમકિતીની આ વાત છે. અહાહા...! કહે છે કે ચક્રવર્તીની સંપદા હો કે ઇન્દ્રનાં ઇન્દ્રાસન હો, સમકિતીને એ કશાયની ઇચ્છા નથી. આવે છે ને કે-
અહા! સમ્યગ્દ્રષ્ટિ ધર્મી, હજી પહેલા દરજ્જાનો જૈન કે જેણે પોતાનો જૈન- પરમેશ્વર પ્રભુ આત્મા અંદર ભાળ્યો છે તે ઇન્દ્રના ઇન્દ્રાસન ને ચક્રવર્તીની સંપદાને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે; તે એની ઇચ્છાથી વિરત્ત થઈ ગયો છે. અહા! આ સમ્યગ્દ્રષ્ટિ છે બાપા! પોતાની નિજ સંપદા-સ્વરૂપ-સંપદા આગળ