Pravachan Ratnakar (Gujarati). Gatha: 231.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2411 of 4199

 

ગાથા–૨૩૧
जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं।
सो खलु णिव्विदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्वो।। २३१।।
यो न करोति जुगुप्सां चेतयिता सर्वेषामेव धर्माणाम्।
स खलु निर्विचिकित्सः सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३१।।
હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છેઃ-
સૌ કોઈ ધર્મ વિષે જુગુપ્સાભાવ જે નહિ ધારતો;
ચિન્મૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧.
ગાથાર્થઃ– [यः चेतयिता] જે ચેતયિતા [सर्वेषाम् एव] બધાય [धर्माणाम्] ધર્મો

(વસ્તુના સ્વભાવો) પ્રત્યે [जुगुप्सां] જુગુપ્સા (ગ્લાનિ) [न करोति] કરતો નથી [सः] તે [खलु] નિશ્ચયથી [निर्विचिकित्सः] નિર્વિચિકિત્સ (-વિચિકિત્સાદોષ રહિત) [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.

ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ (-જુગુપ્સા રહિત છે, તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.

ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.

*
સમયસાર ગાથા ૨૩૧ઃ મથાળુ

હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છેઃ- જુઓ, પોતાના સ્વદ્રવ્યને છોડીને જેને પરપદાર્થોની અભિલાષા છે તેને હું એક શુદ્ધ પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું-એમ પોતાના પૂરણ સ્વરૂપમાં સંદેહ છે, અવિશ્વાસ છે અને તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. તે જૂઠી દ્રષ્ટિમાં રહેલો બિચારો દુઃખના પંથે છે. પરંતુ