પ૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ એક જ્ઞાયકભાવમય આત્મા કહ્યો. બાકી વસ્તુ તો છે અનંતગુણસ્વભાવમય ને તેને જ અહીં એક જ્ઞાયકભાવમય કહી છે. સમજાણું કાંઈ...? અહા! વસ્તુ બાપા! અદ્ભુત અલૌકિક છે! એનું દર્શન થતાં દુનિયાની-સંસારની હોંશુ તત્કાલ છૂટી જાય એવી પોતાની ચીજ છે; હમણાં જ એને ભગવાન-ભગવાન એટલે પોતાનો ભગવાન હોં-મળી જાય એવી ચીજ છે.
અહા! ‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવપણાને લીધે બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ (-જુગુપ્સા રહિત) છે,...’
શું કહ્યું? કે દુર્ગંધમય અશુચિ શરીર હોય કે વિષ્ટા આદિ દુર્ગંધમય પદાર્થો હોય કે નિંદાદિનાં કઠોર વચન હોય તો તેના પ્રત્યે સમકિતીને દ્વેષ થતો નથી, દુર્ગંછા થતી નથી. અહા! જેમ પ્રશંસાના વચનો પ્રતિ વાંછા થતી નથી તેમ ધર્મીને નિંદાના વચનો પ્રતિ દ્વેષ થતો નથી. અહા! આવો ધર્મ છે! પ્રથમ દરજ્જાના જૈન સમકિતીને પણ આવો ધર્મ હોય છે.
‘બધાય વસ્તુધર્મો પ્રત્યે’-એટલે શું? એટલે કે પોતાની વસ્તુનો ધર્મ તો જણાયો છે, પરંતુ હવે પોતાના સિવાય બીજી વસ્તુના ધર્મો અર્થાત્ ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી, શરીરના રોગ, વિષ્ટા આદિ મલિન દ્રવ્યો, નિંદાદિ કઠોર વચનો ઇત્યાદિ સર્વ પરદ્રવ્યના ધર્મો પ્રત્યે ધર્મીને દોષબુદ્ધિ અર્થાત્ દ્વેષબુદ્ધિ થતી નથી. બધાય વસ્તુધર્મો કહ્યા તો બધાય એટલે કે પોતાના આત્મા સિવાય બધાય. આત્માના સ્વરૂપનું તો તેને ભાન થયું છે તેથી તે નિજ સ્વરૂપમાં તો નિઃશંક છે અને તેથી તેને પોતાના સિવાય બીજી જેટલી વસ્તુઓ છે તે સર્વ પ્રત્યે ગ્લાનિનો, દ્વેષનો, દુર્ગંછાનો, જુગુપ્સાનો અભાવ છે.
અહા! સમ્યગ્દ્રષ્ટિને બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો અભાવ છે. અહા! સડેલાં કૂતરાં આદિ હોય ને ગ્લાનિ થઈ આવે તેવી દુર્ગંધ મારતાં હોય તોપણ ધર્મીને તેના પ્રતિ જુગુપ્સા થતી નથી? કેમ? કેમકે એ તો પરદ્રવ્યના ધર્મ છે એમ તે જાણે છે. દુર્ગંધાદિ પદાર્થો તો જડના જડમાં છે, તેઓ આત્મામાં કયાં છે? આત્મા તો પૂરણ આનંદ ને જ્ઞાનનું ઢીમ છે. આવું જાણતા જ્ઞાનીને બધાય વસ્તુધર્મો પ્રત્યે દુર્ગંછા કે જુગુપ્સા થતી નથી. જુઓ, આ સમ્યદ્રષ્ટિ ધર્મીનું લક્ષણ! અહા! જેમ તેને અનુકૂળ વિષયો પ્રત્યે પ્રેમ નથી તેમ પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ પણ નથી. અહો! વીતરાગ મારગની આવી કોઈ અદ્ભુત લીલા છે!
જુઓ, એક ભાઈ હતા. તેમનું શરીર બહુ સડી ગયેલું અને ગંધ મારે; એમ કહો કે મરવાની તૈયારી હતી. ત્યારે તેમનાં પત્ની કહે-આજે આપણે બ્રહ્મચર્ય લઈએ. તો તે ભાઈ કહે-આજ નહિ, આજ નહિ; જા’ શું પછી. અહા! જુઓ આ જગતના રસ! અરે! આ સંસાર તો જુઓ! અહા! બાપુ આ (-શરીર) તો જડ છે, ત્યાં