सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्वो।। २३२।।
स खलु अमूढद्रष्टिः सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३२।।
તે મૂઢદ્રષ્ટિરહિત સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨.
અમૂઢ છે- [सद्रृष्टिः] યથાર્થ દ્રષ્ટિવાળો [भवति] છે, [सः] તે [खलु] ખરેખર [अमूढद्रष्टिः] અમૂઢદ્રષ્ટિ [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી, અમૂઢદ્રષ્ટિ છે, તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દ્રષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.
હવે અમૂઢદ્રષ્ટિ અંગની ગાથા કહે છેઃ- અહા! કોઈ માર કે પ્રહાર કરે તો-અહા! હું તો આવો મુનિવર-આવો ધર્માત્મા છતાં આમ કેમ? એવી જ્ઞાનીને મુંઝવણ થતી નથી-એમ અમૂઢદ્રષ્ટિની ગાથા કહે છે-