सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्वो।। २३४।।
स स्थितिकरणयुक्तः सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३४।।
ચિન્મૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૪.
[स्वकम् अपि] પોતાના આત્માને પણ [मार्गे] માર્ગમાં [स्थापयति] સ્થાપે છે, [सः] તે [स्थितिकरणयुक्तः] સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે, જો પોતાનો આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ચ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે. તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.
હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છેઃ-
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ,........’ અહા! સમ્યગ્દ્રષ્ટિ કોને કહીએ? હજી તો આ ચોથા ગુણસ્થાનની વાત છે. પાંચમા ને છટ્ઠા ગુણસ્થાનની વાત તો કોઈ ઓર છે બાપા!