सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो।। २३५।।
स वत्सलभावयुतः सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३५।।
ચિન્મૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩પ.
साधूनां] સમ્યગ્દ્રર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો-સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-એ ત્રણ સાધુઓ પ્રત્યે) [वत्सलत्वं करोति] વાત્સલ્ય કરે છે, [सः] તે [वत्सलभावयुतः] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત) [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યક્પણે દેખતો (-અનુભવતો) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની *અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.
હવે વાત્સલ્યગુણની ગાથા કહે છેઃ-
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’ _________________________________________________________________ * અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાન; અપ્રાપ્તિ.