સમયસાર ગાથા ૨૩૭ થી ૨૪૧ ] [ ૨૧
અહાહા...! આવા અબદ્ધસ્પૃષ્ટ પ્રભુ આત્માને જેણે દ્રષ્ટિમાં લીધો છે તેને બંધન છે નહિ. ભગવાન આત્મા અંદર અબંધસ્વરૂપ છે અને તેને દ્રષ્ટિમાં લેનારા પરિણામ પણ રાગને પરના સંબંધ રહિત અબંધ જ છે.
અહાહા...! જેણે રાગથી ભિન્ન પડીને અંદર અબંધસ્વરૂપ ભગવાન આત્માને ભાળ્યો છે તેને બંધનરહિત જ અમે કહીએ છીએ એમ કહે છે. જ્ઞાનની પર્યાયમાં પૂર્ણસ્વરૂપ પોતાના ભગવાનના ભેટા થયા ને! ભલે પર્યાયમાં ભગવાન આવ્યા નથી પણ પર્યાયમાં ભગવાનનાં જ્ઞાન-શ્રદ્ધાન આવી ગયાં છે. પહેલાં પર્યાયમાં રાગની એકતા આવતી હતી અને હવે પર્યાયમાં રાગ વિનાનો આખો ચૈતન્યનો પુંજ પ્રભુ આવ્યો છે. અહાહા...! રાગનો અભાવ થઈને પર્યાયમાં પૂરણ દ્રવ્યસ્વભાવ જણાયો છે. એવા સ્વભાવદ્રષ્ટિવંતને, અહીં કહે છે, બંધ નથી, નિર્બંધતા છે. આવી વાત છે બાપુ! દુનિયા સાથે મેળવવા જઈશ તો મેળ નહિ ખાય. પણ કાંઈ વાદવિવાદે પાર પડે એમ છે નહિ.
વળી કોઈ કહે છે-અમારી સાથે વાદ કરો. પણ ભાઈ! વાદથી વસ્તુ મળે એમ નથી. કોની વાદ કરીએ? નિયમસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે વાદ પરિહર્તવ્ય છે એમ કહ્યું છે; સ્વસમય ને પરસમય સાથે વાદ ન કરીશ એમ કહ્યું છે. બનારસીદાસે પણ કહ્યું છે કે-
ભાઈ! તને એમ લાગે કે વાદ કરતા નથી માટે આવડતું નથી તો ભલે; તું એમ માને એમાં મને શું વાંધો છે? એમાં મને કાંઈ નુકશાન નથી,
અહા! ખૂબી તો જુઓ! કહે છે-ચોથે પાંચમે ગુણસ્થાને અંતરંગમાં નિર્બંધ જ જાણવા. એમ કેમ કહ્યું? કારણ કે રાગની એકતાવાળો બંધમાં છે અને રાગથી ભિન્ન પડયો એને બંધ છે નહિ-એમ અહીં સિદ્ધ કરવું છે, ઓલો મુનિનો દાખલો આપ્યો એમાં મુનિરાજ પ્રમાદરહિત સમિતિપૂર્વક યત્નથી ચાલે છે ત્યાં મુનિરાજને અહિંસા છે, (સર્વથા) બંધ નથી. માટે ત્યાં એવા જીવને મુખ્યપણે (દ્રષ્ટાંતમાં) લીધો છે. પણ અહીં તો રાગની એકતા જેને તૂટી છે એવો ધર્મી પુરુષ પણ ચોથે ગુણસ્થાને (પર્યાયમાં) નિર્બંધ છે એમ કહે છે. સમજાણું કાંઈ...?
‘बन्धकृत’ કર્મબંધ કરનારું કારણ, ‘न कर्मबहुलं जगत्’ નથી બહુ કર્મયોગ્ય