સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ] [ ૩૧ કે બે-પાંચ ભવમાં એ અસ્થિરતાના રાગ-દ્વેષ સંપૂર્ણ ટળી જઇને વીતરાગ થઇ એનો મોક્ષ થશે. માટે અસ્થિરતાના રાગાદિના કારણે થતા અલ્પબંધને અહીં બંધમાં ગણ્યો જ નથી.
પહેલાં(કળશ ૧૬૪માં) ‘ઉપયોગભૂ’ શબ્દ કીધો ને? એટલે કે જેમાં જાણવા- દેેખવાનો સ્વભાવ છે, જ્ઞાનદર્શનનો સ્વભાવ છે એવી ઉપયોગની ભૂમિકામાં ધર્મી જીવ દયા, દાન, વ્રત આદિના રાગને ભેળવતો નથી. અહા! શુદ્ધ ઉપયોગસ્વરૂપનું સ્વામિત્વ છોડી તે વ્રતાદિમાં સ્વામિત્વ કરતો નથી. શું કહ્યું? આ સ્ત્રી-પુત્ર-પરિવાર, તન-મન- વચન ઇત્યાદિ તો કયાંય બાજુએ રહ્યાં, અહીં તો કહે છે-સમકિતી પુરુષ, તેને જે વ્યવહારરત્નત્રય હોય છે તેનો સંબંધ-સ્વામીપણું કરતો નથી અરે! આવો ભગવાનનો મારગ તો કયાંય એક કોર રહી ગયો અને લોકોએ બીજું માન્યું! ભાઈ! પણ આના વિના સિદ્ધિ નથી હોં.
આ વસ્તુસ્વરૂપ છે અને સ્વરૂપનો જાણનાર સમકિતી સ્વચ્છંદે પરિણમતો નથી. એમ કે મારે રાગ સાથે જોડાણ નથી તેથી મને બીલકુલ બંધ જ થતો નથી એમ માનીને શુભાશુભ ભાવમાં ધર્મી સ્વચ્છંદપણે (કર્તાબુદ્ધિએ) નિરંકુશ પ્રવર્તતો નથી. સ્વચ્છંદે (કર્તા થઇને) પ્રવર્તે એ તો સમ્યગ્દ્રષ્ટિ જ નથી. સમ્યગ્દ્રષ્ટિને એની પર્યાયમાં નબળાઇને લઇને અસ્થિરતાના રાગાદિ થાય છે એ બીજી વાત છે અને કોઈ (-અજ્ઞાની) કર્તા થઇને સ્વચ્છંદે પ્રવર્તે એ બીજી વાત છે. અહા! ધર્મીને તો દ્રવ્યસ્વભાવની સાથે સંબંધ થયો હોવાથી તે રાગાદિનો સંબંધ જ કરતો નથી. આવી વાત! હવે આવી વાત અત્યારે કયાંય ચાલતી નથી ને લોકોને બિચારાને આ નિશ્ચય છે, એકાન્ત છે એમ ભડકાવીને મૂળ વાતને ટાળી દે છે. પણ ભાઈ! એ હિતનો માર્ગ નથી હોં. અહીં કહે છે-આત્મા ત્રણ લોકનો નાથ આનંદકંદ પ્રભુ છે. તેની પ્રભુતા ભાવ્યા પછી રાગને દુઃખ સાથે સંબંધ કોણ કરે?
જોકે વ્યવહારનો અધિકાર હોય એમાં એવું આવે કે જ્ઞાની વ્રત પાળે, તપ આચરે, અતિચાર ટાળે ઇત્યાદિ. પણ પરમાર્થે જોઇએ તો તે એનો સ્વામી થતો નથી. અહા! જેનો એ સ્વામી નથી તેને એ પાળે ને આચરે કયાં રહ્યું? સમયસાર પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓના અધિકારમાં છેલ્લી ‘સ્વસ્વામીસંબંધ શક્તિ’ કહી છે. આત્મામાં ‘સ્વસ્વામીસંબંધ’ નામનો ગુણ છે. એટલે શું? કે પોતાનો ભાવ પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી-એવા સંબંધમયી ‘સ્વસ્વામીસંબંધ શક્તિ’ છે. અહા! પોતે શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્ય, પોતાના અનંત ગુણ ને એની નિર્મળ પર્યાયએ પોતાનું સ્વ અને પોતે એનો સ્વામી આવો પોતામાં ‘સ્વસ્વામીસંબંધ’ ગુણ છે. પણ વ્યવહારરત્નત્રયનો રાગ એ એનું સ્વ કયાં છે? તેથી આત્મા એનો