સમયસાર ગાથા ર૪૮-ર૪૯] [પ૭ નથી? ત્યારે ચકલીનું બચ્ચું માળામાંથી પડી ગયું હોય ત્યાં ઉપર સુંડલો (ટોપલો) ઢાંકી રાખે. પોતે માળામાં ઊંચે પહોંચી શકે નહિ એટલે કોઈ આવશે તો ઊંચે માળામાં મૂકી દેશે એમ બચાવવાનો છોકરાઓનો ભાવ હોય. પણ એ ભાવ શું કરે? એનું આયુષ્ય પૂરું થવાનો કાળ હોય તો ત્યાં મીંદડી આવીને સુંડલો ઊંચો કરીને મારી નાખે; અને એનું આયુષ્ય હોય તો તેના જીવનને અનુકૂળ બાહ્ય નિમિત્ત ત્યાં મળી આવે. બાકી કોઈ કોઈને મારે કે જિવાડે એ વાત જ સત્ય નથી. કોણ મારે? ને કોણ જિવાડે? હવે કહે છે-
‘વળી સ્વ-આયુકર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી, કારણ કે તે પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નહિ.’
શું કીધું? પોતાનું આયુકર્મ કોઈ બીજો હરી શકતો નથી કારણ કે તે પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે. પોતે પોતાને કારણે ત્યાં રહેવાનો જેટલો કાળ હતો તેટલો જ કાળ આયુષ્યને ભોગવે છે. અહીં જડ આયુકર્મને ભોગવે છે એમ વાત નથી; પણ પોતાની ત્યાં રહેવાની-ભોગવવાની યોગ્યતા જ એટલા કાળની હતી, આયુકર્મ તો એમાં નિમિત્ત છે. શું થાય? નયકથન ન સમજે એટલે લોકોને વાતે વાતે વાંધા ઉઠે છે!
ભાઈ! આ તો ત્રણલોકના નાથની વાણી, બાપા! જેને સો ઇન્દ્રો-અસંખ્ય દેવતાના સ્વામી ઇન્દ્રો-ધર્મસભામાં ગલુડિયાંની જેમ નમ્ર થઈને સાંભળે છે. બાપુ! એ વાણી કેવી હોય! અહાહા....! જ્યાં મોટા સેંકડો વાઘ ને સિંહ જંગલમાંથી આવી ને સમોસરણમાં અતિ શાંતિથી બેસીને સાંભળે તે વાણીનું શું કહેવું? શું ન્યાય અને શું મારગ!! ભાઈ! એ કાંઈ વાદવિવાદે સમજાય એવું નથી હોં.
હવે કહે છે-‘તેથી હું પર જીવોને મારું છું અને પર જીવો મને મારે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે (-નિશ્ચિતપણે) અજ્ઞાન છે.’ લ્યો, એ (-જીવ) પરનું મરણ કરી શકતો નથી ને માને છે કે કરી શકું છું તેથી એ તેનું નિયમથી અજ્ઞાન છે. એ અજ્ઞાન દીર્ઘ સંસારનું કારણ છે.
‘જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય, તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી, છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. આ કથન નિશ્ચયનયની પ્રધાનતાથી છે.’
‘વ્યવહાર આ પ્રમાણે છેઃ- પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય તેને જન્મ-મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ (-પર્યાયનો