૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ આહાર આદિ-મળે છે એ તો એના કારણે એના કાળે મળે છે અને ત્યારે ત્યાં શાતા- વેદનીય આદિ પુણ્યકર્મના ઉદયનું નિમિત્ત છે બસ એટલું જ. બાકી કર્મનો ઉદય કાંઈ પૈસા આદિ સામગ્રીનો સ્વામી નથી કે તે પૈસા આદિ આવે.
અહીં સુખ-દુઃખ એટલે અનુકૂળ-પ્રતિકૂળ સંયોગની વાત છે. હવે એ અનુકૂળ- પ્રતિકૂળ સંયોગ તો એના ઉપાદાનના કારણે આવે છે, અને એમાં પૂર્વકર્મ નિમિત્ત છે; અનુકૂળતામાં પુણ્યકર્મનું નિમિત્ત છે ને પ્રતિકૂળતામાં પાપકર્મનું નિમિત્ત છે. આવો નિમિત્તનૈમિત્તિકભાવ જાણી અહીં કહ્યું કે-જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે. અહીં સિદ્ધ આ કરવું છે કે કોઈ બીજો જીવોને સુખ-દુઃખ કરી શકતો નથી. આવી ઝીણી વાત! અહો! દિગંબર સંતોએ ગજબ કામ કર્યાં છે. તત્ત્વને પીંખી- પીંખીને સ્પષ્ટ કર્યું છે.
અહાહા...! શું કહે છે? કે-‘જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ દુઃખ થવાં અશક્ય છે.’
જોયું? જો એને કર્મનો ઉદય ન હોય તો સુખ-દુઃખની અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી મળવી શક્ય નથી. મતલબ કે બીજો કોઈ એને સુખ-દુઃખ કરવા સમર્થ નથી.
હવે કહે છે-‘વળી પોતાનું કર્મ બીજાને બીજાથી દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે.’
‘પોતાનું કર્મ’- એમ કેમ કહ્યું? કેમ કે આ કર્મનો સંબંધ બીજા સાથે નથી એમ બતાવવું છે. બાકી કર્મ તો જડ છે, કર્મ ક્યાં આત્માનું છે? પણ એના પોતાના પરિણામના નિમિત્તે ઉપજેલું છે માટે પોતાનું કર્મ છે એમ વ્યવહારથી કહ્યું છે. કહે છે- પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી. બીજો કોઈ પોતાનું કર્મ બીજાને આપે અને એને સુખી-દુઃખી કરે એમ બની શકતું અથી. અહા! પોતાના કર્મના ઉદયથી જ પોતાને અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ મળે છે.
અહા! બીજાથી પોતાનું કર્મ બીજાને દઈ શકાતું નથી. કેમ? કેમકે તે પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. એ સુખ-દુઃખના જે પરમાણુ બંધાણા તે એના પરિણામથી જ એટલે કે એના પરિણામના નિમિત્તે બંધાણા છે. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દર્શાવ્યો છે. પૂર્વે પોતાને જે વિભાવરૂપ પરિણામ થયા તે નિમિત્ત, અને તે જ સમયે કાર્મણવર્ગણાના રજકણો સ્વયં પોતાની યોગ્યતાથી કર્મરૂપે થયા તે નૈમિત્તિક. એ કર્મ બંધાણાં તે જ કાળે જીવના પરિણામનું નિમિત્ત દેખીને, ‘પોતાનું કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે’ એમ વ્યવહારથી કહ્યું. અહીં આટલું