૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
હું બીજાને સુખી-દુઃખી કરું એમ આશય-અભિપ્રાય રાખે પણ એમ બનતું નથી, કોઈ બીજાને સુખી-દુઃખી કરી શકાતું નથી. તેથી તે અભિપ્રાય અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.
‘માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખી-દુઃખી થાય છે ત્યાં એમ માનવું કે-હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખી-દુઃખી કરે છે, તે અજ્ઞાન છે.’ અહા! આવી સ્પષ્ટ વાત છે.
‘નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખદુઃખનો કરનાર કહેવો તે વ્યવહાર છે; તે નિશ્ચયની દ્રષ્ટિમાં ગૌણ છે.
વ્યવહારથી પરને પરનો કર્તા કહેવામાં આવે એ બીજી વાત છે, પણ વસ્તુસ્થિતિ એમ છે નહિ એમ યથાર્થ સમજવું જોઈએ.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘इह’ આ જગતમાં ‘मरण–जीवित–दुःख–सौख्यम्’ જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ-‘सर्व सदैव नियतं स्वकीय–कर्मोदयात भवति’ બધુંય સદૈવ નિયમથી (-ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે.
શું કીધું? જીવોને જીવન, મરણ અને સુખ-દુઃખના સંજોગો મળે એ બધુંય હમેશાં નિયમથી પોતાના કર્મના ઉદયથી મળે છે. કોઈ બીજો બીજાના જીવન-મરણને કે સુખ- દુઃખને કરે છે એમ છે જ નહિ.
‘परः पुमान् परस्य मरण–जीवित–दुःख–सौख्यम कुर्यात्-બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખ, સુખ કરે છે ‘यत् तુ’ આમ જે માનવું ‘एतत् अज्ञानम’ તે તો અજ્ઞાન છે.
ભાઈ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયાનો- જીવિત મરણ, સુખ, દુઃખ ઇત્યાદિનો કર્તા છે એમ માનવું તે અજ્ઞાન છે. અહા! એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માને કે ઈશ્વરને બધાયનો કર્તા માને-એ બેય માન્યતા એક સરખું અજ્ઞાન છે. જગતને ઈશ્વરનો કર્તા માને, વા એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માને એ બન્નેય મિથ્યાદ્રષ્ટિ છે, દીર્ઘસંસારી છે.
ફરી આ જ અર્થને દ્રઢ કરતું અને આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-
‘एतत् अज्ञानम् अधिगम्य’ આ (-પૂર્વે કહેલી માન્યતારૂપ) અજ્ઞાનને પામીને