Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2567 of 4199

 

સમયસાર ગાથા રપ૪ થી રપ૬ ] [ ૮૭ ये परात् परस्य मरण–जीवित–दुःख–सौख्यम पश्यन्ति’ જે પુરુષો પરથી પરનાં મરણ, જીવન, દુઃખ, સુખ દેખે છે અર્થાત્ માને છે ‘ે’ તે પુરુષો..........

અહાહા..! શું કહે છે? કે જે પુરુષો એમ માને છે કે-પરના ઈન્દ્રિય, મન-વચન- કાય, આયુ ને શ્વાસોચ્છ્વાસ-એમ પ્રાણોને હરી શકું છું, રાખી શકું છું વા તેમને ઈષ્ટ- અનિષ્ટ સંજોગો દઈને સુખી-દુઃખી કરી શકું છું તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.

કેવા છે તે પુરુષો? તો કહે છે- ‘अहंकृतिरसेन कर्माणि चिकीर्षवः’ અહંકારરસથી કર્મો કરવાના ઈચ્છક છે, અર્થાત્ હું આ કર્મોને કરું છું-એવા અહંકારરૂપી રસથી કર્મો કરવાની-મારવા-જિવાડવાની, સુખી-દુઃખી કરવાની વાંછા કરનારા છે.

હવે આમાંથી બીજા કેટલાક ઊંધો અર્થ કાઢે છે; એમ કે બીજાનું કામ તો કરવું પણ એનો અહંકાર ન કરવો; અહંકારનો નિષેધ છે બાકી પરનું કામ ન કરવું કે પરનું કરી શકતો નથી-એમ નથી. પરને મારી શકીએ, જિવાડી શકીએ, સુખ-દુઃખ આપી શકીએ, પણ એનો અહંકાર ન કરવો. ભારે (વિપરીત) વાત ભાઈ!

અરે ભાઈ! તારી સમજમાં બહુ ફેર છે બાપુ! જો પરનું કરી શકે તો ત્યાં અહંકાર કરવામાં શું દોષ છે? કાંઈ દોષ નથી. અહીં તો કહે છે કે- પરનું કર્મ-ક્રિયા આત્મા કરી શકતો જ નથી. હું પરનું કરું-એવો અધ્યવસાય જ અહંકારરસથી ભરેલો છે- અને તે મિથ્યાત્વનો દોષ છે. અહાહા...! આત્મા બીજાને આહાર પાણી, ઔષધ, વસ્ત્ર, આદિ દઈ શકતો જ નથી, બીજાનાં જીવન-મરણ તે કરી શકતો જ નથી એ મૂળ સિદ્ધાંત છે. એને આહારાદિ ઈષ્ટ સંયોગ આવે તે એના પુણ્યકર્મના ઉદયને લઈને છે, તથા એને રોગાદિ પ્રતિકૂળતા થાય તે એના પાપકર્મના ઉદયને લઈને છે. વળી એના પ્રાણોનું રક્ષણ એના આયુકર્મના ઉદયથી છે તથા એનું મરણ આયુકર્મના ક્ષયને લઈને છે પણ કોઈ જીવ કોઈ અન્યનું કાર્ય કરે એ માન્યતા જ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. માટે પરનું કરવું ખરું, પણ એનો અહંકાર ન કરવો-એ વાત નરી ભ્રાન્તિ છે સમજાણું કાંઈ...?

લોકો તો એવું માને કે-આપણે એક બીજાને મદદ કરવી, એકબીજાનાં કામ કરવાં- એ આપણી ફરજ છે. પણ ભાઈ! ત્રિલોકનાથ જૈનપરમેશ્વરની આજ્ઞામાં તો આ આવ્યું છે કે આત્મા, બીજાના પ્રાણોની રક્ષા કરવી, બીજાનું મોત નીપજાવવું કે બીજાને આહાર- ઔષધાદિ સગવડો આપવી ઇત્યાદિ પરનાં કોઈ પણ કાર્ય કરી શકતો જ નથી.

પ્રશ્નઃ– બીજાને ઝેર દઈને મારવાનો ભાવ આવે તે ક્યો ભાવ છે?

ઉત્તરઃ– ‘હું ઝેર દઈ, એના પ્રાણોને હરું’-એવો જે ભાવ છે તે મિથ્યાત્વભાવ છે. ભાઈ! મારવાનો અભિપ્રાય મિથ્યાત્વભાવ છે. અને તેવી જ રીતે ‘હું બીજાના પ્રાણોની રક્ષા કરું’- એવો બીજાને જિવાડવાનો અભિપ્રાય પણ મિથ્યાત્વભાવ છે. કેમ?