Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2572 of 4199

 

૯ર ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ માન્યતા એની શાન્તિને હણે છે અર્થાત્ એ માન્યતા એની વીતરાગી શાન્તિના પરિણામને પ્રગટ થવા દેતી નથી.

અહા! ‘તેઓ મિથ્યાદ્રષ્ટિ, આત્માના હણનારા છે’-આ શબ્દોએ તો ગજબ કર્યો છે. પરને હણી શકતો નથી, છતાં ‘પરને હણી શકું છું’-એવી માન્યતામાં, કહે છે, પોતે હણાઈ જાય છે; પરને જિવાડી શકતો નથી, છતાં ‘પરને જિવાડી શકું છું’-એવી માન્યતાથી પોતાનું જીવન હણાઈ જાય છે; પોતે પરનાં સુખ-દુઃખ કરી શકતો નથી, આહાર-ઔષધાદિ વડે પરનો ઉપકાર કરી શકતો નથી વા શસ્ત્રાદિના ઘાત વડે પરનો અપકાર કરી શકતો નથી, છતાં ‘પરનાં સુખ-દુઃખ, ઉપકાર-અપકાર કરી શકું છું’-એવી માન્યતાથી પોતાનો આત્મા હણાઈ જાય છે. તેથી કહ્યું કે -‘પરનાં કાર્ય હું કરું’-એવી માન્યતા વડે અહંકાર કરનારા તેઓ મિથ્યાદ્રષ્ટિ આત્માને હણનારા મહાપાપી જ છે. લ્યો, આવી વાત છે!

* કળશ ૧૬૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જેઓ પરને મારવા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.’

શું કીધું? પરને મારવા-જિવાડવાનો એટલે પરના પ્રાણોને હરવાનો અને પરના પ્રાણોની રક્ષા કરવાનો જેને અભિપ્રાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે. વળી પરનાં સુખ-દુઃખ કરવાનો એટલે પરને અનુકૂળ સંયોગો દેવાનો અને પરને પ્રતિકૂળ સંયોગો દેવાનો જે અભિપ્રાય કરે છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.

હમણાં ઈન્દોરમાં ત્રણ-ત્રણ મંદિરમાં ચોરી થઈ. ભગવાનની મૂર્તિ ઉપાડી ગયા, અને પોલીસે આઠ જણને પકડયા. અહા! ધર્મના સ્થાનમાં પણ ચોરી! ગજબ વાત છે ને! અહીં કહે છે-તે મૂર્તિ ચોરવાની ક્રિયા (તેનું સ્થાનાંતર થવાની ક્રિયા) તો તું કરી શકતો નથી. પણ હું પરને ચોરી શકું છું એમ અભિપ્રાયથી ચોરવાની વાંછા છે ને! અહીં કહે છે-તે મિથ્યાત્વભાવ છે. અહા! પરની ક્રિયા કરવાનો અભિપ્રાય છે તે મિથ્યાત્વભાવ છે અને તેવા જીવો મિથ્યાદ્રષ્ટિ છે. હવે કહે છે-

‘તેઓ પોતાના સ્વરૂપથી ચ્યુત થયા થકા રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાનો ઘાત કરે છે, તેથી હિંસક છે.’

જુઓ, શું કહે છે? કે હું બીજાના પ્રાણોની રક્ષા કરી શકું છું, વા બીજાને મારી શકું છું તથા બીજાને અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો દઈ શકું છું-ઇત્યાદિ જેનો અભિપ્રાય છે તેઓ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ થઈને રાગી, દ્વેષી, મોહી થઈને પોતાથી જ પોતાના આત્માનો ઘાત કરે છે અને તેથી તેઓ હિંસક છે. અહા! હું પરનાં કામ કરી શકું છું એમ માનનારે, હું પોતે શુદ્ધ અખંડ એક જ્ઞાનાનંદ-