Pravachan Ratnakar (Gujarati). Gatha: 257-258.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2574 of 4199

 

ગાથા ૨પ૭–૨પ૮
जो मरदि जो य दुहिदो जायदि कम्मोदएण सो सव्वो।
तम्हा दु मारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा।। २५७।।
जो ण मरदि ण य दुहिदो सो वि य कम्मोदएण चेव खलु।
तम्हा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा।। २५८।।
यो भ्रियते यश्च दुःखितो जायते कर्मोदयेन स सर्वः।
तस्मात्तु मारितस्ते दुःखितश्चेति न खलु मिथ्या।।
२५७।।
यो न भ्रियते न च दुःखितः सोऽपि च कर्मोदयेन चैव खलु।
तस्मान्न मारितो नो दुःखितश्चेति न खलु मिथ्या।।
२५८।।
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ-
મરતો અને જે દુખી થતો–સૌ કર્મના ઉદયે બને,
તેથી ‘હણ્યો મેં, દુખી કર્યો’–તુજ મત શું નહિ મિથ્યા ખરે? ૨પ૭.
વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે,
‘મેં નવ હણ્યો, નવ દુખી કર્યો’–તુજ મત શું નહિ મિથ્યા ખરે? ૨પ૮.
ગાથાર્થઃ– [यः म्रियते] જે મરે છે [च] અને [यः दुःखितः जायते] જે દુઃખી

થાય છે [सः सर्वः] તે સૌ [कर्मोदयेन] કર્મના ઉદયથી થાય છે; [तस्मात् तु] તેથી [मारितः च दुःखितः] ‘મેં માર્યો, મેં દુઃખી કર્યો’ [इति] એવો [ते] તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?

[च] વળી [यः न म्रियते] જે નથી મરતો [च] અને [न दुःखितः] નથી

દુઃખી થતો [सः अपि] તે પણ [खलु] ખરેખર [कर्मोदयेन च एव] કર્મના ઉદયથી જ થાય છે; [तस्मात्] તેથી [न मारितः च न दुःखितः] ‘મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો’ [इति] એવો તારો અભિપ્રાય [न खलु मिथ्या] શું ખરેખર મિથ્યા નથી?

ટીકાઃ– જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે

ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના