સમયસાર ગાથા ૨પ૭-૨પ૮ ] [ ૯પ
य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य द्रश्यते।। १७०।।
અભાવમાં તેનું તે પ્રમાણ થવું (અર્થાત્ મરવું, જીવવું, દુઃખી થવું કે સુખી થવું) અશક્ય છે. માટે ‘મેં આને માર્યો, આને જિવાડયો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો’ એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
સુખી-દુઃખી થતું નથી; તેથી જે મારવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાદ્રષ્ટિ જ હોય-એમ નિશ્ચયનું વચન છે. અહીં વ્યવહારનય ગૌણ છે.
શ્લોકાર્થઃ– [अस्य मिथ्याद्रष्टेः] મિથ્યાદ્રષ્ટિને [यः एव अयम् अज्ञानात्मा
अध्यवसायः द्रश्यते] જે આ અજ્ઞાનસ્વરૂપ *અધ્યવસાય જોવામાં આવે છે [सः एव] તે અધ્યવસાય જ, [विपर्ययात्] વિપર્યયસ્વરૂપ (-વિપરીત, મિથ્યા) હોવાથી, [अस्य बन्धहेतुः] તે મિથ્યાદ્રષ્ટિને બંધનું કારણ છે.
‘જે મરે છે અથવા જીવે છે, દુઃખી થાય છે અથવા સુખી થાય છે, તે ખરેેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું તે પ્રમાણે થવું અશકય છે.’
જીવ મરે છે ને જીવ જીવે છે એટલે શું? અહાહા...! આત્મા તો અનાદિઅનંત વસ્તુ સદા પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણોથી જીવિત છે, તે કદીય મરતો નથી એવો અમર છે. તો પછી જીવ મરે છે ને જીવે છે એ શું છે? ભાઈ! એને બહારના પ્રાણો-પાંચ ઈન્દ્રિયો, મન-વચન-કાય, આયુને શ્વાસોચ્છ્વાસ-નો વિયોગ થવાથી એ મરે છે એમ કહેવાય છે અને તે પ્રાણોનો સંયોગ રહે તો તે જીવે છે એમ કહેવાય છે. એ જ પ્રમાણે એને અનુકૂળ સાધનોનો સંયોગ થવાથી એ સુખી છે અને પ્રતિકૂળ સાધનોનો સંયોગ થવાથી એ દુઃખી છે એમ લોકમાં કહે છે.