૧૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહાહા....! આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ નિત્ય નિરંજન અંદર સદા ભગવાન સ્વરૂપે વિરાજે છે. અહા! આવા પોતાના સ્વરૂપને ભૂલીને રાગ સાથે એકત્વ પામી, ‘હું બીજાને જિવાડી શકું, મારી શકું, સુખી-દુઃખી કરી શકું- ‘એમ અજ્ઞાનમય અધ્યવસાય કરે એ પુણ્ય-પાપરૂપ બંધનું કારણ છે. વળી કહે છે-પુણ્ય-પાપરૂપે બંધનું બે-પણું હોવા છતાં બંધના કારણમાં ભેદ ન શોધવો. પુણ્યબંધનું કારણ જૂદું છે ને પાપબંધનું કારણ જૂદું છે એમ ન માનવું, કેમકે બંધનનું કારણ એક મિથ્યા અધ્યવસાય જ છે. અહાહા...! આ પૈસાવાળાનાં તો અભિમાન ગરી જાય એવું આ છે. (પણ સમજે તો ને?)
અહાહા...! તું નિત્ય નિરંજન શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છો ને? તો ચૈતન્યપણાને છોડીને બીજું શું કરે? જાણનાર-દેખનાર પ્રભુ તું જે થાય તેને જાણે-દેખે, પણ ‘જે થાય એને કરે‘- એ તો મિથ્યા માન્યતા છે, અજ્ઞાન છે. આચાર્ય મહારાજ કહે છે કે-એ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે, અનંત સંસારનું કારણ છે એમ નક્કી કરવું. ત્યાં (બંધના કારણમાં) એમ ન વિચારવું કે પુણ્યબંધનું કારણ બીજું છે ને પાપબંધનું કારણ બીજાું છે; કારણ કે એક જ આ અધ્યવસાય-પરને મારું-જિવાડું છું, પરને સુખી- દુઃખી કરું છું- તે, રાગમય (રાગની એકત્વબુદ્ધિપૂર્વક) હોવાથી બંધનું કારણ છે.
આમાંથી કોઈ લોકો એમ કાઢે છે કે જેને રાગની એકત્વબુદ્ધિ નથી એના પરિણામથી પ્રશસ્ત પદ મળે ને?
અરે ભગવાન! તને શું થયું છે આ? આ મોટા પૈસાવાળા શેઠ થાય, મોટા રાજા થાય કે દેવ થાય- એ પદ શું સારાં છે? અને એ શું ઈચ્છવા જોગ છે? ભાઈ! એ તો બધા ધૂળનાં પદ છે. સમ્યગ્દ્રષ્ટિ તો એને સડેલાં તણખલાં જેવાં ગણે છે. અહા! જેને રાગની એકત્વબુદ્ધિ નથી તે સમકિતીને રાગની ઈચ્છા નથી હોતી. તેને પુણ્યનીય ઈચ્છા નથી હોતી કે પાપનીય ઈચ્છા નથી હોતી. આ વાત નિર્જરા અધિકારમાં (ગાથા ર૧૦- રર૧માં) આવી ગઈ છે. સમકિતી સંસારના કોઈ પદની વાંછા નથી કરતો. અજ્ઞાનીને જ એવા પદોની વાંછા રહ્યા કરે છે. અહા! પુણ્ય ને પાપના ભાવ થાય, પણ જ્ઞાનીને એની ઈચ્છા નથી હોતી. એ તો જેમ બિલાડીની કેડ તૂટી ગઈ હોય પછી જરી હાલે પણ લૂલી થઈને હાલે તેમ રાગ જેને તૂટી ગયો છે (-ભિન્ન પડી ગયો છે) તેને અંદરમાં રાગ થાય પણ કેડ તૂટેલી બિલાડીની જેમ અધમૂઓ (મરવા પડયો હોય) તેમ થાય. આવી વાત બહુ કઠણ ભાઈ! દુનિયા બિચારી સમજ્યા વિના બહુ હેરાન થઈને મરી જાય છે.
અરે! લોકો બિચારા ધંધા વેપારમાં ને બાયડી-છોકરાં સાચવવામાં આખો દિ’