Pravachan Ratnakar (Gujarati). Gatha: 262.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2591 of 4199

 

ગાથા–૨૬૨

एवं हि हिंसाध्यवसाय एव हिंसेत्यायातम्।

अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ।
एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स।।
२६२।।
अध्यवसितेन बन्धः सत्त्वान् मारयतु मा वा मारयतु।
एष बन्धसमासो जीवानां निश्चयनयस्य।।
२६२।।

‘આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું’-એમ હવે કહે છેઃ-

મારો–ન મારો જીવને, છે બંધ અધ્યવસાન થી,
–આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨.

ગાથાર્થઃ– [सत्त्वान्] જીવોને [मारयतु] મારો [वा मा मारयतु] અથવા ન મારો- [बन्धः] કર્મબંધ [अध्यवसितेन] અધ્યવસાનથી જ થાય છે. [एषः] આ, [निश्चयनयस्य] નિશ્ચયનયે, [जीवानां] જીવોના [बन्धसमासः] બંધનો સંક્ષેપ છે.

ટીકાઃ– પર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વશે પ્રાણોનો વ્યપરોપ (-ઉચ્છેદ, વિયોગ) કદાચિત્ થાઓ, કદાચિત્ ન થાઓ, -‘હું હણું છું’ એવો જે અહંકારરસથી ભરેલો હિંસામાં અધ્યવસાય (અર્થાત્ હિંસાનો અધ્યવસાય) તે જ નિશ્ચયથી તેને (હિંસાનો અધ્યવસાય કરનારા જીવને) બંધનું કારણ છે, કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરોપ તે પરથી કરાવો અશક્ય છે (અર્થાત્ તે પરથી કરી શકાતો નથી).

ભાવાર્થઃ– નિશ્ચયનયે બીજાના પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી; તેના પોતાના કર્મના ઉદયની વિચિત્રતાવશ કદાચિત્ થાય છે, કદાચિત્ નથી થતો. માટે જે એમ માને છે-અહંકાર કરે છે કે ‘હું પર જીવને મારું છું’, તેનો તે અહંકારરૂપ અધ્યવસાય અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છે-પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો ઘાત છે, અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે.

અહીં વ્યવહારનયને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું. માટે તે કથન કથંચિત્ (અર્થાત્ અપેક્ષાપૂર્વક) છે એમ સમજવું; સર્વથા એકાંતપક્ષ તો મિથ્યાત્વ છે.

*