સમયસાર ગાથા ૨૬૩-૨૬૪ ] [ ૧૧પ (અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પાપના બંધનું એકમાત્ર (-એકનું એક) કારણ છે; અને જે અહિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ જે સત્ય, દત્ત, બહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ (અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પુણ્યના બંધનું એકમાત્ર કારણ છે.
ભાવાર્થઃ– જેમ હિંસામાં અધ્યવસાય તે પાપબંધનું કારણ કહ્યું છે તેમ અસત્ય, અદત્ત (-વગર દીધેલું લેવું તે, ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહ-તેમનામાં અધ્યવસાય તે પણ પાપબંધનું કારણ છે. વળી જેમ અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તેમ સત્ય, દત્ત (-દીધેલું લેવું તે), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-તેમનામાં અધ્યવસાય તે પણ પુણ્યબંધનું કારણ છે. આ રીતે, પાંચ પાપોમાં (અવ્રતોમાં) અધ્યવસાય કરવામાં આવે તે પાપબંધનું કારણ છે અને પાંચ (એકદેશ કે સર્વદેશ) વ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે તે પુણ્યબંધનું કારણ છે. પાપ અને પુણ્ય બન્નેના બંધનમાં, અધ્યવસાય જ એક માત્ર બંધ-કારણ છે.
હવે (હિંસા-અહિંસાની જેમ સર્વ કાર્યોમાં) અધ્યવસાયને જ પાપ-પુણ્યના બંધના કારણપણે દર્શાવે છે-
‘એ રીતે (-પૂર્વોક્ત રીતે) અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ....’
અહીં શું કહેવું છે? કે બીજાની હિંસા હું કરી શકું છું એવો જે અધ્યવસાય કરવામાં આવે છે તે બંધનું કારણ છે. અહીં અધ્યવસાય એટલે મિથ્યાદ્રષ્ટિને જે એકત્વબુદ્ધિના પરિણામ હોય છે તેની વાત છે. મિથ્યાદ્રષ્ટિનો એ અધ્યવસાય બંધનું કારણ છે.
ધર્મીને-સમકિતીને પરમાં એકત્વબુદ્ધિ નથી; છતાં હિંસા-અહિંસાદિના પરિણામ તો હોય છે, પણ એનો તે કર્તા નથી, સ્વામી નથી. તેથી એ પરિણામથી તેને જે બંધ થાય છે તેને અહીં ગૌણ ગણવામાં આવેલ છે.
બીજાને હું મારી-જિવાડી શકું છું એવો પરિણામ-અધ્યવસાય અહંકારયુક્ત મિથ્યાત્વ છે. એવો અધ્યવસાય ધર્મી જીવને નથી. છતાં એને અસ્થિરતાના કારણે (મારી શકું, જિવાડી શકું એમ નહિ) હિંસા-અહિંસાનો વિકલ્પ-પરિણામ થાય છે, પણ ત્યાં મેં હિંસા કરી કે મેં દયા પાળી-એમ તે માનતો નથી. હું તો નિમિત્તમાત્ર