Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2612 of 4199

 

૧૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પણ ‘હું વંધ્યાસુતને હણું છું’ એવો અધ્યવસાય ઉપજવો જોઈએ. પણ એવો અધ્યવસાય સંભવિત જ નથી, કેમકે વંધ્યાને પુત્ર જ ન હોય તો ‘હું એને હણું છું’ એવો અધ્યવસાય પણ ક્યાંથી ઉપજે? ન ઉપજે. જુઓ, અહીં અધ્યવસાયને બાહ્યવસ્તુનો આશ્રય સિદ્ધ કરે છે. એમ કે ‘વીરજનનીના પુત્રને હણું છું’ એવો અધ્યવસાય તો થાય કેમકે વીરજનનીના પુત્રની હયાતી છે; પણ ‘હું વંધ્યાપુત્રને હણું છું’ એવો અધ્યવસાય ઉપજે? ન ઉપજે, કેમકે વંધ્યાપુત્રનું હોવાપણું જ નથી ત્યાં એને હણવાનો અધ્યવસાય ક્યાંથી ઉપજે? (કોઈ રીતે ન ઉપજે). હવે સિદ્ધાંત કહે છે કે-

‘માટે એવો નિયમ છે કે (બાહ્યવસ્તુરૂપ) આશ્રય વિના અધ્યવસાન હોતું નથી.’

આ અંદર આસ્રવ-બંધના જે પરિણામ થાય છે તે પરના આશ્રય વિના થતા નથી એમ કહે છે. શું કહ્યું? કે બાહ્યવસ્તુનો આશ્રય પામ્યા વિના મોહ-રાગ-દ્વેષરૂપ અધ્યવસાન ઉપજતું નથી. ઝીણી વાત ભાઈ! એ બાહ્યવસ્તુની હયાતી છે એનાથી અધ્યવસાન થાય છે એમ નહિ, પણ પરવસ્તુનો આશ્રય પામ્યા વિના અધ્યવસાન ઉપજતું નથી એમ વાત છે. (બેમાં બહુ ફરક છે). હવે કહે છે-

‘અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્યવસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે, કેમકે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે.’

બાહ્યવસ્તુ અધ્યવસાનને આશ્રયભૂત છે. તેથી અધ્યવસાનનો ત્યાગ કરાવવા અર્થે બાહ્યવસ્તુનો ત્યાગ કહેવામાં આવ્યો છે. આમાંથી કોઈ લોકો એમ કાઢે છે કે-જુઓ, બાહ્યનો ત્યાગ કરે ત્યારે એના પરિણામ સારા (નિર્મળ) થાય; પણ એ બરાબર નથી, એમ છે નહિ. અહીં તો ‘બહારની વસ્તુનો ત્યાગ કરો’, ‘એનો પ્રસંગ કરો’ એમ કહીને તેના આશ્રયે ઉપજતા અધ્યવસાનનો ત્યાગ કરાવવો છે. અહા! એને પરનો આશ્રય છોડાવીને સ્વના આશ્રયમાં લઈ જવો છે. હવે કોઈ સ્વનો આશ્રય તો કરે નહિ અને બહારથી સ્ત્રી-કુટુંબ, ઘરબાર, વસ્ત્ર આદિનો ત્યાગ કરી દે તો તે શું કામ આવે? કાંઈ જ નહિ; કેમકે પરાશ્રય તો એને ઊભો જ છે, પરના આશ્રયે જન્મતા મિથ્યા અધ્યવસાય તો ઊભા જ છે.

અહા! જેમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે થાય તેમ વિકારના પરિણામ પરદ્રવ્યના આશ્રયે થાય છે. અહા! કેવી સીધી સ્પષ્ટ વાત!

તોપણ કોઈ લોકો કહે છે-વ્યવહારરત્નત્રયના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે પ્રગટે છે.

અરે પ્રભુ! તું શું કહે છે આ? વ્યવહારરત્નત્રયના પરિણામ જે છે તેનો