સમયસાર ગાથા-૨૬પ ] [ ૧૩૩ આશ્રય તો વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર છે. એ તો પરવસ્તુ છે અને તેના આશ્રયે થતો શુભભાવ પુણ્યબંધનું કારણ છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પુણ્યબંધનાં કારણ નથી પણ તેના આશ્રયે થતો શુભભાવ-વ્યવહારરત્નત્રયના પરિણામ-પુણ્યબંધનું કારણ છે. જ્યારે નિશ્ચયરત્નત્રયના-ધર્મના પરિણામને તો ત્રિકાળી એક જ્ઞાયકવસ્તુનો આશ્રય હોય છે. ૧૧ મી ગાથામાં આવ્યું ને કે-
સમ્યગ્દર્શનમાં તો ભૂતાર્થ જે અખંડ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ આત્મા તે એક જ આશ્રય કરવા યોગ્ય છે. અહા! ધર્મને ત્રિકાળી એક સત્યાર્થ ચિદાનંદઘન પ્રભુ આત્માનો જ આશ્રય હોય છે. (વ્યવહારરત્નત્રયનો નહિ).
અહાહા.....! જેમ મોક્ષના પરિણામ અખંડ એક ત્રિકાળી ધ્રુવ વિજ્ઞાનઘન પ્રભુ આત્માના આશ્રયે થાય છે તેમ બંધના-વિકારના પરિણામ-હિંસા જૂઠ આદિના ને દયા, દાન, ભક્તિ આદિના પરિણામ-પરદ્રવ્યના આશ્રયે થાય છે. આ ભગવાનની ભક્તિ- પૂજાનો શુભભાવ થાય તો તેને આશ્રય ભગવાનના બિંબનો-જિનબિંબનો હોય છે. ત્યાં જિનબિંબ બંધનું કારણ નથી, બંધનું કારણ તો એનો શુભભાવ છે. અહીં મિથ્યાત્વસહિતની વાત છે. જુઓ, કોઈ દસ-વીસ લાખ ખર્ચીને મંદિર બનાવે અને એમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવે. હવે એમાં મંદિર આદિ બને એ તો પરની ક્રિયા છે અને એને જે શુભભાવ થયો તેને એ મંદિરનો પરચીજનો આશ્રય છે, તોપણ એ મંદિરના કારણે એને શુભભાવ થયો છે એમ નથી, તથા એ શુભભાવ બાહ્યવસ્તુ જે મંદિર એના આશ્રય વિના થયો છે એમ પણ નથી; વળી એ શુભભાવ જેના આશ્રયે થયા છે એ મંદિર એને પુણ્યબંધનું કારણ નથી પણ શુભભાવ જ બંધનું કારણ છે.
અહા! આવો વીતરાગનો મારગ! સમજવો કઠણ પડે, પણ ધીમે ધીમે સમજવો ભાઈ! અહા! આવી યથાર્થ સમજણ જ્યાં નથી અર્થાત્ જ્યાં જૂઠી-વિપરીત સમજણ છે ત્યાં ગમે તેટલાં દયા, દાન, વ્રત, ભક્તિ કરે એ સર્વ બંધનું જ કારણ છે; એમાં ધર્મનું કોઈ કારણ નથી. અહા! બંધના કારણરૂપ આને ભાવ છે, પણ ભાવનો આશ્રય (બાહ્યવસ્તુ) એ બંધનું કારણ નથી. છતાં એ ભાવ બાહ્ય આશ્રય વિના થતા નથી. (પરદ્રવ્યના) આશ્રય વિના પરિણામ (વિભાવ) થતા નથી માટે આશ્રયભૂત વસ્તુ બંધનું કારણ છે એમ નથી; અને આશ્રય વિના પરિણામ થતા નથી માટે આશ્રયભૂત વસ્તુથી પરિણામ થાય છે એમેય નથી. અહો! આ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માએ કહેલા તત્ત્વને સિદ્ધ કરવાની કોઈ અલૌકિક યુક્તિ-ન્યાયનો માર્ગ છે!
ધર્મીને સ્વદ્રવ્યનો આશ્રય વર્તે છે. તેની મુખ્યતામાં કિંચિત્ પરદ્રવ્યના આશ્રયે થતા પરિણામને ગૌણ કરી દીધા છે. અહીં એકત્વબુદ્ધિ લેવી છે ને? જેણે સ્વદ્રવ્યમાં