Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2624 of 4199

 

૧૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ કારણ છે, એ નિમિત્ત જીવમાં અધ્યવસાન ઉત્પન્ન કરે વા કરાવી દે છે એમ છે નહિ. આ તો અધ્યવસાન બાહ્યવસ્તુના આલંબને ઉપજે છે તેથી તેને (બાહ્યવસ્તુને) અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે.

જુઓ, નાનું કુમળું બાળક હોય, રૂપાળું કુણું હોય એટલે એને ચુંબન લે. ત્યાં આનો જે અભિપ્રાય છે કે ‘હું આને ચુંબન લઉં’ એ અભિપ્રાય ચુંબનની ક્રિયા કરી શકતો નથી, કેમકે હોઠથી ચુંબનની ક્રિયા થાય એ તો પરની-જડની ક્રિયા છે. તે જીવને અતદ્ભાવરૂપ હોવાથી જીવ એ ક્રિયા કરી શકતો નથી. અહા! જે ક્રિયા આ કરતો-કરી શકતો નથી તે એને બંધનું કારણ કેમ થાય? ન થાય. તેથી બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. પણ ‘હું આમ ચુંબન લઉં’ એવું જે પરિણામ-અધ્યવસાન છે તે જ બંધનું કારણ છે.

અહાહા...! ક્ષણેક્ષણનું ભેદજ્ઞાન બતાવ્યું છે ભાઈ! સમયે સમયે થતી પર્યાય (- પરિણામ) અને તે તે સમયે થતી પરદ્રવ્યની ક્રિયા-એ બે ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે એમ કહે છે. તે તે સમયે થતા પરિણામ જીવને તદ્ભાવરૂપ છે, અને તે તે સમયની પરદ્રવ્યની ક્રિયા જીવને અતદ્ભાવરૂપ છે. તથાપિ તે તે પરિણામને બાહ્યવસ્તુ આલંબન છે તેથી તેને અધ્યવસાનનું-પરિણામનું કારણ કહેવામાં આવે છે. અહા! અતદ્ભાવરૂપ એવી બાહ્યવસ્તુ આલંબનભૂત હોવાથી તદ્ભાવરૂપ અધ્યવસાનનું કારણ છે એમ કહેવાય છે. સમજાણું કાંઈ...?

‘બાહ્યવસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઉપજતાં નથી તેથી બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે.’

બીજાને મારવા-જિવાડવાનો, સુખી-દુઃખી કરવાનો અધ્યવસાય બાહ્યવસ્તુના આશ્રય વિના ઉપજતો નથી તેથી બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે. ત્યાં આશય તો અધ્યવસાનનો જ ત્યાગ કરાવવાનો છે. કોઈને બાહ્યવસ્તુઓનો ત્યાગ હોય પણ અંતરંગ અધ્યવસાન મટે નહિ તો તેથી કાંઈ (લાભ) નથી.

હવે કહે છે-‘જો બંધનું કારણ બાહ્યવસ્તુ કહેવામાં આવે તો તેમાં વ્યભિચાર આવે છે.’ એટલે શું? એટલે કે તેમાં સત્યતા આવતી નથી, વિરુદ્ધતા-વિપરીતતા આવે છે; કેમકે કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય તેને વ્યભિચાર કહે છે. કારણ હોય છતાં કાર્ય થાય વા ન પણ થાય તો તે કારણમાં વ્યભિચાર છે, અને એવા કારણને વ્યભિચારી-અનૈકાંતિક કારણાભાસ કહે છે. માટે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી.

જેમકે ‘કોઈ મુનિ ઈર્યાસમિતિપૂર્વક યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઊડતું જીવડું વેગથી આવી પડીને મરી ગયું તો તેની હિંસા મુનિને લાગતી