૧પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
ઉત્તરઃ– ભાઈ! વ્યવહારથી પણ આત્મા પરનું કાંઈ ન કરી શકે. આણે આનું ભલું-બુરું કર્યું એમ વ્યવહારથી જે કહેવાય છે એ તે બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે, પણ કોઈ કોઈનું ભલું-બુરું કરી શકે છે એમ છે નહિ. દરેક પદાર્થ સ્વયં પોતે પોતાની ક્રિયા સ્વતંત્ર કરે તે નિશ્ચય અને તે કાળે બાહ્ય અનુકૂળ નિમિત્ત જે હોય તેનું જ્ઞાન કરવું તે વ્યવહારનય છે. પણ નિમિત્તે-બીજા પદાર્થે એમાં (ઉપાદાનમાં) કાંઈ કરી દીધું છે એમ જાણવું તે વ્યવહારનય નથી, એ તો અજ્ઞાન છે. સમજાણું કાંઈ....?
પ્રશ્નઃ– વ્યવહારથી પરનું કરી ન શકે પણ ‘આણે આનું કર્યું’ એમ વ્યવહારથી બોલાય તો છે ને?
ઉત્તરઃ– બોલાય છે એની કોણ ના પાડે છે? પણ એમ છે? ના, તથાપિ બોલાય તો છે ને-એમ જેની બોલાવા ઉપર દ્રષ્ટિ છે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે તેને અંતરમાં અભિપ્રાય યથાર્થ થયો નથી. અંતરના અભિપ્રાયને જોતો નથી ને આમ તો બોલાય છે ને-એમ જે ભાષાને વળગે છે તે બહિર્દ્રષ્ટિ જ છે.
અહીં કહે છે-પરને મારું-જિવાડું, સુખી-દુઃખી કરું, બંધાવું-મૂકાવું ઇત્યાદિ જેટલા અધ્યવસાય છે તે સઘળા નિરર્થક નામ જૂઠા છે અને તે પોતાના અનર્થ માટે જ છે. લ્યો, આવી વાત છે!
‘જે પોતાની અર્થક્રિયા (-પ્રયોજનભૂત ક્રિયા) કરી શકતું નથી તે નિરર્થક છે, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે.’
જુઓ આ સિદ્ધાંત મૂક્યો. ‘હું પર જીવને મારી કે બચાવી શકું’ એવો જે પરિણામ છે તેનો વિષય નથી; કારણ કે પર જીવના મરણ કે જીવનની ક્રિયા એની સ્વતંત્ર છે, એ કાંઈ આના પરિણામથી થાય છે એમ નથી. તથાપિ એને પોતાના પરિણામનો વિષય માને તો એ મિથ્યા માન્યતા છે. ભાઈ! ધર્મ શું ચીજ છે એ લોકોને ખબર નથી. વિના સમજ્યે અજ્ઞાનપૂર્વક દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ બહારની ક્રિયાઓ કરે રાખે છે? પણ એથી શું? આત્મજ્ઞાન વિના એવું તો અનંતવાર કર્યું પ્રભુ! પણ સંસાર તો ઊભો જ રહ્યો. અહાહા.....! ‘એ રાગની ક્રિયા હું કરી શકું છું’ એવો અભિપ્રાય પણ મિથ્યા છે. રાગાદિ ક્યાં એનામાં છે તે એ કરી શકે? જેમ પરદ્રવ્યની ક્રિયા આત્મા કરી શકતો નથી તો એ પરિણામનો વિષય નથી તેમ. હું રાગાદિ કરી શકું છું-એ પરિણામનો વિષય નથી. અને જેનો વિષય નથી તે નિરર્થક છે. અહા! પરની ક્રિયા ને રાગની ક્રિયા કરવાનો અભિપ્રાય નિરર્થક છે.
‘હું પરનો મોક્ષ કરી દઉં, હું પર જીવોને બચાવી દઉં’ ઇત્યાદિ પરિણામ તું